આમ આદમી પાર્ટીએ પાછલાં દિવસોમાં ઘટેલી આગની ગોઝારી ઘટનાઓને લઈને તંત્ર સામે સવાલ ઉઠાવ્યાં - શ્રેય હોસ્પિટલમાં આગ
અમદાવાદમાં આજે આમ આદમી પાર્ટી અને નિવૃત્ત ફાયર અધિકારીએ કોવિડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ અને જાનહાનિને લઈને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દ્વારા પાછલા દિવસોમાં તંત્રની નિષ્ફળતા અને નિષ્ક્રિયતાને પ્રકાશિત કરવાનો પ્રયાસ કર્યો.
આમ આદમી પાર્ટીએ પાછલાં દિવસોમાં ઘટેલ આગની ગોઝારી ઘટનાઓને લઈને તંત્ર સામે સવાલ ઉઠાવ્યાં
અમદાવાદઃ ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં કેમ આગ લાગી રહી છે, અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગમાં 8 કોરોના દર્દીઓનાં મોત નીપજ્યાં, વડોદરામાં દર્દીઓ ખૂબ જ મુશ્કેલીથી બચી ગયાં. ગુજરાતમાં ફાયર સેફ્ટીની વાસ્તવિકતા શું છે ? આ મુદ્દે આજે આપ પાર્ટી સાથે નિવૃત્ત ફાયર ઓફિસરે પ્રજાને જાણકારી આપી અને પોતાના મંતવ્યો જણાવ્યાં હતાં.