આજના સમયમાં સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે વાતચીત કરતાં લોકોએ ચેતવા જેવો અને ચોંકાવનારો કિસ્સો નિકોલમાં પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પરસ્ત્રીઓ સાથે શારીરિક સુખ ભોગવવાના ચક્કરમાં યુવકે નગ્ન થઇ અજાણી વ્યક્તિને વીડિયો કોલ કર્યો હતો. આ કોલ રેકોર્ડ કરી યુવકનો નગ્ન વીડિયો તેને જ મોકલી આપી બ્લેકમેઈલ કરવામાં આવ્યો હતો અને પાંચ લાખની ખંડણી માગવામાં આવી હતી. જેથી કંટાળી યુવકે નિકોલ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ થતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. ફીરોઝ ગનીભાઈ તૈલી અને હર્ષ પ્રજાપતિ નામના બંન્ને યુવકોની નિકોલ પોલીસે હનીટ્રેપ અને બ્લેકમેઈલિંગના ગુનામાં ધરપકડ કરી છે.
અમદાવાદમાં પૈસા કમાવાની લાલચમાં યુવક હની ટ્રેપમાં ફસાયો - સાયબર ક્રાઈમ
અમદાવાદ: પરસ્ત્રીઓ સાથે સંબંધ રાખવામાં અમદાવાદનો યુવક લાખો રુપિયાની છેતરપિંડીનો ભોગ બન્યો હતો. અમદાવાદના એક યુવકે પોતાનો નગ્ન વિડીયો બનાવ્યો અને હની ટ્રેપમાં ફસાઈ ગયો. શહેરના નિકોલ વિસ્તારમાં એક યુવકે રૂપિયા મેળવવાના ચક્કરમાં રૂપિયા ગુમાવવાના દિવસો આવી ગયાં હતાં. જોકે નિકોલ પોલીસની શી ટીમનો સંપર્ક થતા યુવકે ફરિયાદ નોંધાવી અને આખરે હની ટ્રેપમાં બ્લેકમેઈલ કરી યુવકો પાસેથી રૂપિયા પડાવતી ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે.
![અમદાવાદમાં પૈસા કમાવાની લાલચમાં યુવક હની ટ્રેપમાં ફસાયો ફેક આઈડીથી બ્લેકમેઇલિંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5788405-thumbnail-3x2-honeytrap-7204015.jpg)
યુવતી તરીકેનું ફેક આઈડી બનાવી યુવકોએ આચર્યું નાણાં ખંખેરવાનું કારસ્તાન
આરોપીઓએ ફિરોઝા ઓલ ગુજરાતના નામે બનાવટી ફેસબુક આઈડી બનાવ્યુ અને તેના આધારે યુવકોને મહિલાઓ સાથે શારીરિક સુખ ભોગવવાના રૂપિયા મળશે તેવી લાલચ આપી ન્યૂડ વિડીયો મંગાવવામાં આવતાં હતાં. જે અંગે પોલીસને માહિતી મળતાં છટકુ ગોઠવવામાં આવ્યું અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ-પૈસા કમાવાની લાલચમાં યુવક હની ટ્રેપમાં ફસાયો