ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં પ્રેમી સાથે મળી યુવતીએ માલિકના ત્યાંથી જ 24 લાખ જેટલી રકમ સેરવી દીધી, સાયબર ક્રાઇમે કરી ધરપકડ - અમદાવાદ સાઈબર ક્રાઈમ

અમદાવાદમાં એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરિકે કામ કરતી યુવતીએ પોતાના પ્રેમી સાથે મળી કંપનીના માલિક સાથે અંદાજીત 24.72 લાખની ઠગાઈ કરી છે. જોકે, સાઈબર ક્રાઈમે તેની ધરપકડ કરી લીધી છે.

ahmedaa
ahmedaa

By

Published : Sep 10, 2020, 8:27 AM IST

અમદાવાદઃ અમદાવાદમાં ફરીયાદીની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી આરોપી યુવતીએ ફરીયાદીની જાણ બહાર રૂ.24,72,786 માતબર રકમની તેના પ્રેમી સાથે મળી ઓનલાઇન આપ-લે થી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપીંડી આચરી હતી. જેને લઈ આરોપીઓની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

અમદાવાદમાં એક યુવતીએ પોતાના જ મલિક સાથે છેતરપિંડી આચરી છે. કંપની માલિકના ત્યાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી યુવતીએ પ્રેમી મિત્ર સાથે મળી પ્રેમીએ આપેલા એકાઉન્ટમાં 24 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. જેને લઈ ફરિયાદીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ આપી હતી કે તેની કંપનીમાં ખોટી એન્ટ્રીઓ કરી 24 લાખથી વધુ રકમની ઠગાઈ થઈ છે. જે બાબતને લઈ સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી હતી. જેમાં સાયબર ક્રાઇમને જાણવા મળ્યું હતું કે કેસમાં આરોપી બીજું કોઈ નહીં પરંતુ કંપનીમાં કામ કરતી એકાઉન્ટન્ટ યુવતી છે, અને તેણે અન્ય લોકો સાથે મળી આ સમગ્ર કૌભાંડ આચર્યું હતુ. આરોપી યુવતીની પૂછપરછમાં તેને તેના પ્રેમીએ આપેલા એકાઉન્ટમાં ખોટી રીતે રૂપિયા જમા કરાવી દીધા હતા. આરોપી યુવતી કળશ શાહ જે ફરિયાદીની કંપનીમાં કામ કરે છે અને તેણે પ્રેમી મુકેશ શાહ સાથે મળી આ છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે.

જે બાદ સાયબર ક્રાઇમે યુવતીના પ્રેમીની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મુકેશે પૈસા બહેન વિશાખા શાહ અને માતા મોના શાહના એકાઉન્ટમાં રૂપિયા નખાવી દીધા હતા. ત્યારબાદ આ રૂપિયાથી વૈભવી કારની ખરીદી પણ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તે રૂપિયાથી ખરીદી કરેલી કાર પણ હાલ કબ્જે કરેલ છે. પ્રેમીની પ્રાથમિક તપાસમાં આરોપી મુકેશ આગાઉ કાપડનો વેપાર પણ કરતો હતો પરંતુ પેઢી બંધ થઈ જતા તેણે કામ બંધ કરી દીધું હતું. આરોપી સામે આગાઉ કારંજમાં એક ગુનો પણ દાખલ થયેલો છે અને જેમાં તે વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. હાલ સાયબર ક્રાઈમે ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details