- અમરાઈવાડીમાં ફરી ખેલાયો ખૂની ખેલ
- જૂની અદાવત રાખીને યુવકની કરાઈ હત્યા
- ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા
અમદાવાદ: શહેરમાં હત્યા જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ નજીવી બાબતે જીવલેણ હુમલો કરતા લોકો અચકાતા નથી. અમરાઈવાડી વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનાની વાત કરીએ તો રબારી કોલોની વિસ્તારમાં બાંકડા ઉપર બેસવા જેવી સામાન્ય બાબતમાં ચંદન ગોસ્વામી નામના યુવકને ત્રણ શખ્સોએ લાકડા તેમજ અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ મામલે પોલીસે આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદ જિલ્લાનાં અમરાઈવાડીમાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરાઈ આ પણ વાંચો :મુન્દ્રા તાલુકામાં ભાઈએ જ બહેનની છરીના 8થી 10 ઘા ઝીંકીને કરી હત્યા
હત્યાના બે બનાવ બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ
પોલીસ હજુ એક ઘટનાની ફરિયાદ નોંધે ત્યાં જ બીજો બનાવ અમરાઈવાડીમાં આવેલા નેશનલ હેન્ડલુમ શોપિંગ સેન્ટર પાસે બન્યો હતો. જેમાં જૂની અદાવત રાખીને ત્રણથી ચાર શખ્સોએ ભેગા મળીને મનોજ વાઘેલા નામના 24 વર્ષીય યુવકને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જ્યારે આરોપીઓ ચપ્પુના ઘા મારીને ફરાર થઈ ગયા હતા. જે અંગે જાણ થતાં જ ઝોન 5, DCP સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માત્ર 12થી 13 કલાકમાં જ હત્યાના બે બનાવ બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે હાલ તો બન્ને ગુનામાં આસપાસના નજરે જોનારા વ્યક્તિઓ દ્વારા તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી હત્યારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો :સુરત: વરાછામાં યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃદહેહ મળી આવ્યો
પોલીસે હત્યારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા
આ સમગ્ર મામલે પોલીસે અમરાઈવાડી વિસ્તારમાં બે યુવકની હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે ફરી એકવાર અમરાઈવાડી વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ માથું ઉચક્યું છે. પોલીસ તેમને કેવી રીતે કાયદાના પાઠ ભણાવે છે તે જોવું રહ્યું.