ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાડાના મકાનમાં રહેતી એક પરીવારની દીકરીએ કર્યું પિતાનું નામ રોશન - Smart and Hard Working Girl

અમદાવાદના(Ahmedabad Dariyapur Area) એક એવા પરિવારની દીકરી કે જેને આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ટોપ(Topped in Board Exam in Ahmedabad) કરતા પરિવારને દીકરી પર ગર્વ થયો છે. કોણ છે આ દીકરી અને શું છે આ દીકરીની કહાની જાણો આ અહેવાલ!

એક રૂમના ભાડાના મકાનમાં રહેતી એક પરીવારની દીકરીએ કર્યું પિતાનું નામ રોશન
એક રૂમના ભાડાના મકાનમાં રહેતી એક પરીવારની દીકરીએ કર્યું પિતાનું નામ રોશન

By

Published : Jun 4, 2022, 7:43 PM IST

અમદાવાદ:ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ(Department of Education Government of Gujarat) દ્વારા આજે(શનિવારે) ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં અનેક વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદની એક એવી દીકરી જેની મહેનત આજે રંગ લાવી છે. શહેના દરિયાપુરમાં(Ahmedabad Dariyapur Area) રહેલી વાઘેલા સુહાની મહેન્દ્ર, જેને આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 93.71% મેળવ્યા છે.

સુહાની ભવિષ્ય માટે શું પ્લાનિંગ કરી રહી છે - આ મહેનત પાછળ સૌથી મહત્વનો ફાળો તેના પિતાનો રહેલો છે. સુહાનીના પિતા કુરિયર કંપનીમાં કુરિયર ડિલિવરીનું કામ કરે છે. સવારે 9 વાગ્યાથી લઈ રાત્રી દરમિયાન તેઓ સાયકલ લઈ કુરિયર ડિલિવરી કરતા રહે છે. જ્યારે તેઓ રાત્રે ઘરે આવી દીકરીના અભ્યાસ પર ધ્યાન આપતા રહે છે. સુહાની સાથે વાત કરતા તેને જણાવ્યું કે, ધોરણ 10માં પણ તેને ટોપ કર્યું હતું. ત્યારબાદ તેને મનમાં સાયન્સ ફિલ્ડમાં જવાની તીવ્ર ઈચ્છા હતી. પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખી તેને MBAના પ્લાનિંગ(MBA Course Planning) સાથે આગળ વધી હતી.

આ પણ વાંચો:સારું પરિણામ મેળવવું હોય તો શું કરવું, વિદ્યાર્થીઓએ આપી સલાહ

સુહાનીએ વધુમાં જણાવ્યું હતું કે -ધોરણ 12 શરૂ થતાં જ સુહાનીએ તમામ મહેનત અભ્યાસ પર લગાવી દીધી હતી. ધોરણ 12માં હું સ્માર્ટ અને હાર્ડ વર્ક(Smart and Hard Working Girl) બન્ને કરતી હતી. જેમાં હું માત્ર 5 થી 6 કલાક જ વાંચવાનું રાખતી હતી. જેથી મને પણ મારા વ્યક્તિવની ખબર પડી શકે તેવા હેતુસર હું બન્ને વર્ક પર વધુ ધ્યાન આપતી હતી. HBK સ્કૂલના શિક્ષકોની ખૂબ જ મહેનત રહેલી હતી. જેને ધ્યાને રાખી વધારે શક્તિ સાથે હું અભ્યાસ કરતી હતી. જો કે મને મારા પરિણામ પાછળ મારા અક્ષરોએ સપોર્ટ કર્યો છે. કારણકે મારુ લખાણ સુંદર હતું. જેનો મને કદાજ ફાયદો મળ્યો હોઈ શકે છે.

હું આ તકલીફને એળે નહિ જવા દઉં -સુહાની અભ્યાસ અને ધોરણ 12માં તકલીફો અંગે જ્યારે પૂછ્યું ત્યારે તેને જણાવ્યું કે, મેં બોર્ડ નજીક આવતા હું રાત્રી 1 વાગ્યા સુધી અભ્યાસ કરતી હતી, પરંતુ અહીં વાત એક એવી છે કે અમે લોકો ભાડાના મકાનમાં રહીએ છીએ, તેમાં પણ એક જ રૂમ જેમાં રસોડું અને બધું જ આવી જાય છે. જ્યાં અમે કુલ 5 સભ્યો રહીએ જેથી રાત્રે હું અભ્યાસ કરું ત્યારે લાઈટ ચાલુ રાખવી પડતી હતી ત્યારે ક્યારેક થતું કે મારા કારણ કે મારો પરિવાર પણ તકલીફ વેઠી રહ્યો છે. પરંતુ બીજી તરફ એમ પણ થતું કે હું આ તકલીફને એળે નહિ જવા દઉં, જેથી હું ખૂબ જ મહેનત કરતી હતી, મારા પિતા તે સમયે મને ખુબજ કહેતા બેટા ચા થોડી પીએ ઊંઘ ઊડી જશે બેટા આ કર આરામ મળી જશે, જેથી મારા પરિણામ પાછળ પરિવારનો પણ ખુબજ ઋણ રહેલો છે.

સુહાનીના પિતા મહેન્દ્રે જણાવ્યું કે હું તને એડજસ્ટ કરીને લાવી દઈશ - સુહાનીના પિતા મહેન્દ્રે જણાવ્યું કે, આજે મને મારી દીકરી પર ગર્વ છે, હું છેલ્લા ઘણા સમયથી મહેનત મજૂરી કરું છું, મારી પત્ની પણ નાનું મોટું કામ કરી અમે ઘરનું ગુજરાન ચલાવતા હતા. મારી દીકરીનું આ પરિણામ જોઈએ મને ખૂબ જ ખુશી થઈ રહી છે. મારી દીકરી ક્યારે પણ મારી સમક્ષ કોઈપણ વસ્તુની માંગણી કરે ત્યારે મારે તેને મનમાં દુઃખ સાથે કહેવું પડતું કે બેટા આજનો દિવસ રોકાઈ જા, કાલે હું તને એડજસ્ટ કરીને લાવી દઈશ, પરંતુ મારી દીકરી પણ એટલું જ સ્પોર્ટમાં રહેતી જેટલું હતું તેમાં ચલાવીને ખૂબ જ આગળ વધી છે. અમે એક જ રૂમમાં પાંચ સભ્યો રહીએ છીએ, ઘર પણ ભાડાનું હતું. તેમ છતાં મને મારા ભાઈએ પણ ખૂબ સપોર્ટ આપ્યો તેને પણ મને કીધું હતું કે દેખ હું લાઈટના થાંભલા નીચે બેસીને અભ્યાસ કરી આગળ વધ્યો સુહાની માટે કંઈપણ નાનું મોટું કામ હોય હું તૈયાર છું. જેથી તમામ લોકોના સપોર્ટ થી આજે મને ગર્વ થયો કે મારી દીકરી સુહાનીએ બોર્ડમાં ટોપ કર્યું છે.

આ પણ વાંચો: સામાન્ય પરીવારની દીકરીએ ધોરણ 12 સાયન્સના પરિણામમાં માર્યું મેદાન

સુહાનીના પરિણામ પાછળ પણ એક રસપ્રદ વાત -સુહાનીનું કહેવું છે કે, તે દરરોજ વાંચવાનું શરૂ કરતાં પહેલાં ગાયત્રી મંત્રનું પઠન કરતી હતી. સુહાની ખૂબ જ નાના પરિવારની દીકરી હતી પરંતુ તેના વિચારો ખૂબ જ ઊંચા હતા જેથી તેનું માનવું હતું કે ગાયત્રી મંચનું પઠન કરવાથી અને સાંભળવાથી જેનામાં પોઝિટિવ એનર્જી રહેતી હતી, આસપાસની નેગેટિવ એનર્જી મને હતા કરતી ન હતી. મારા ધોરણ 12 બોર્ડમાં ગાયત્રી મંચનું પઠન કરવાથી ખૂબ જ ફાયદો થયો છે.

ABOUT THE AUTHOR

...view details