- કોરોનામાં અનેક લોકો સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે
- અમદાવાદના દંપતિની અનોખી સેવા
- દરરોજ 400થી 500 કિલો ખાખરાનું કરી રહ્યા છે વિતરણ
અમદાવાદ : દેશ અને રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને અંતે તમામને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે. દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેમની સારવાર અને ખાવા- પીવા માટે જરૂરી વસ્તુઓની મદદ થાય તે રીતેના પ્રયાસ કરી આ કોરોના મહામારી અનેક લોકો મદદરૂપ બની રહ્યા છે, ત્યારે અમદાવાદના વિસ્તારમાં રહેતા પતિ- પત્ની દ્વારા શહેરની સોલા સિવિલ હોસ્પિટલ અને અન્ય આઇસોલેશન સેન્ટરમાં કોરોનાના દર્દીઓને ખાખરાના પેકેટ પહોંચાવડામાં આવી રહ્યા છે, ત્યારે આ દંપતી સેવાનું કાર્ય કરી રહ્યાં છે. જોકે દંપતિ જાતે જ પકેટ તૈયાર કરી અને લોકો સુધી પહોંચાડી રહ્યા છે.
દર્દીઓને મદદ કરવાના એક અલગ વિચાર સાથે વિતરણ શરૂ કર્યું હતું
દેશ અને રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે અનેક લોકો હેરાન પરેશાન છે, ત્યારે અનેક લોકો સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેમાં છાસ સહિત અનેક જ્યુસનું વિતરણ થઈ રહ્યું છે. જોકે અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા અને ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં નોકરી કરતા ખુશ્બુ પટેલ અને તેમના પતિ કોરોનામાં લોકોની સેવા કરવાનો વિચાર આવ્યો હતો. જેને ધ્યાને રાખી તેઓએ દર્દીઓ માટે ખાખરાનો નાસ્તો આપવાના અલગ વિચાર સાથે વિતરણ શરૂ કર્યું હતું.
આ પણ વાંચો : કોરોના વાઇરસની મહામારી વચ્ચે દિયોદરમાં મહિલા કમ્યુનિટી હેલ્થ ઓફિસરની અનોખી સેવા