અમદાવાદઅમદાવાદમાં દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વ્યાજખોરો દ્વારા વેપારીએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વ્યાજે લીધેલા રૂપિયા પરત નહીં આપતા વ્યાજખોરો દ્વારા વેપારીને ધક્કો Usurer tortured a businessman મારીને ગ્રાઉન્ડ ફ્લોરથી 12 ફૂટ નીચે પાડી દેવાની ઘટના Ahmedabad Crime બની. વ્યાજખોર દ્વારા વેપારીની કનડગત સીસીટીવી CCTV of Crime સામે આવતા સમગ્ર મામલે નિકોલ પોલીસ મથકમાં Ahmedabad Policeફરિયાદ નોંધાઈ. કેટલા રૂપિયાની ઉઘરાણીમાં આરોપીઓએ કરી પઠાણી ઉઘરાણી અને કોણ છે એ વ્યાજખોરો જોઈએ.
એક લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધાશહેરના મણિનગર વિસ્તારમાં રહેતા વેપારી અમિતભાઈ શાહે ધંધા માટે ચાર વર્ષ પહેલા કાંચા ઉર્ફે મિર રાણા પાસેથી એક લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. વેપારીએ રૂપિયા વ્યાજે લીધા બાદ કાંચો ઉર્ફે મિર રાણા વેપારી પાસે અવાર નવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હતો. વેપારીએ કાંચાને તેનું વ્યાજ ભરપાઈ કરવા માટે દુકાન માલિક કનુભાઈ અને રાજભા પાસેથી ડેઇલી રિકરિંગથી વીસ હજાર રૂપિયા વ્યાજે લીધા અને તે વીસ હજાર વ્યાજ પેટે કાંચાને ચૂકવ્યા હતાં.
ધંધામાં મંદીને કારણે ન ચૂકવાયાં રુપિયા હવે રાજભા અને કનુભાઈ પાસેથી ડેઇલી રિકરીંગથી લીધેલા રૂપિયા ચૂકવવાનાં હતાં પરંતુ વેપારી અમિતભાઇને ધંધામાં મંદીને કારણે તેવો રાજભા અને કનુભાઈને પૈસા ન ચૂકવતા અમિતભાઈ નિકોલમાં આવેલી સ્પાની દુકાનની બહાર આવેલી રેલીંગ પર બેઠા હતાં ત્યારે કાંચા ઉર્ફે મિર રાણાએ તેને રેલીંગ પરથી નીચે જાનથી મારી નાખવાની ધમકી આપી રેલીંગથી 12 ફૂટ નીચે પાડી દીધા Usurer tortured a businessman હતા. સમગ્ર મામલે અમિતભાઈની પત્ની દ્વારા નિકોલ પોલીસ મથકમાં Ahmedabad Policeફરિયાદ નોંધાવી હતી.