અમદાવાદઃ અમદાવાદના બાવળા ખાતે આ સંસ્થા આવેલ છે.ગુજરાત સરકાર સાથે 2011ની ગ્લોબલ સમિટ વખતે તેની સ્થાપનાની જાહેરાત થઈ હતી.આ સંસ્થાન ગુજરાત સરકાર સાથેનું જોઇન્ટ વેન્ચર છે.જેનું ભૂમિપૂજન 2012માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે કરવામાં આવ્યું હતું. અત્યારે આ સંસ્થા ભારતભરના અને વિશ્વના ટેકનિકલ સંશોધકો માટે પ્રેરણારૂપ બની છે. ખાસ કરીને અત્યારે કોરોનાવાયરસના સમયમાં ભારતભરના તેજસ્વી વિદ્યાર્થીઓ અહીં રહીને લોકોના જીવનને સરળ બનાવતા સંશોધનો કરે છે.આઈક્રિએટના એક સંશોધકે કોરોના વાયરસની આ મહામારીમાં ઓફીસ અને ઈંડસ્ટ્રીમાં કામ કરતા લોકો માટે અનોખું ગેજેટ બનાવ્યું છે.
શરીરના તાપમાન અને સ્વાસ્થ્યની નોંધ રાખતું અનોખું ગેજેટ, કોરોના મહામારીમાં ઉપયોગી કોરોના વાયરસ જ્યારે સમગ્ર ભારતને પોતાની જાળમાં જકડી રહ્યો છે.ત્યારે ગુજરાતની આઈક્રિએટ સંસ્થામાં તરુણ અને અનવર બેય ટેક્નિલોજીસ્ટ આ વાયરસથી બચવાના ઉપાય તરીકેની ટેકનોલોજી પર કામ કરી રહ્યા હતા.જેમાં તેમને કલાઉડ કોમ્યુટિંગ, સેન્સર્સ, અને વાયરલેસ ટેકનોલોજીના સહારે અનોખા ગેજેટ્સ બનાવ્યા છે. જે યોગ્ય સમયે તમને આ વાયરસથી બચાવી શકે છે.આ ગેજેટ ડિજિટલ કાંડા ઘડિયાળ જેવું છે. જે પહેરનારનું શરીરનું તાપમાન રેકોર્ડ કરશે અને તેની માહિતી આપમેળે મુખ્ય કોમ્પ્યુટરમાં જશે.જેથી કોઈ કર્મચારીના શરીરનું તાપમાન વધુ હોય તો યોગ્ય પગલાં લઇ શકાય.આ ઓછા ખર્ચે બનેલ હાઇ ટેક સોલ્યુશન ફેક્ટરીઓ અને ઓફિસોને મદદ કરશે.કારણ કે કોરોના વાયરસ રોગના ફેલાવાને ધ્યાનમાં રાખતા તાપમાનનું માપન એ કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ માર્ગદર્શિકા છે. આ ઉપરાંત આ ગેજેટ વ્યક્તિ દ્વારા ખાંસી, ઉધરસ, છીંક જેવા બીમારીના લક્ષણોની પણ નોંધ કરે છે.તરૂણે આઈક્રિએટની ઝડપી પ્રોટોટાઇપ સુવિધાઓનો ઉપયોગ કરીને એક પ્રોટોટાઇપ બનાવ્યો.જેમાં જરૂરી સામાન મંગાવવા લૉકડાઉન દરમિયાન ગુજરાત સરકાર તરફથી પણ હકારાત્મક વલણ રહ્યું હતું. આ વિશે આઈક્રિએટના સીઇઓ અનુપમ જલોટેએ જણાવ્યું હતું કે, "મને આનંદ છે કે તરુણ અને અનવરે ગુજરાત અને ભારતની આર્થિક મશીનરીને ઝડપથી ફરી શરૂ કરવામાં મદદ માટે સરકારના આહવાનને પ્રતિક્રિયા આપી છે. તેમનું નિરાકરણ ફેક્ટરીઓ અને ઓફિસોને સુરક્ષિત અને વધુ ડેટા આધારિત બનાવે છે. એટલે જ્યાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરતા હોય ત્યાં વાયરસથી બચવા આ સટીક ઉપાય સાબિત થઇ શકે છે. આઈક્રિએટ પોતાના સંશોધકો દ્વારા થયેલ સંશોધની પેટન્ટ કરાવવા પણ ગતિશીલ છે.