અમદાવાદ: હાઈકોર્ટે નીચલી કોર્ટના ત્રણ પ્રિન્સિપાલ જજને ફિઝિકલ સુનાવણી મુદે બે દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશન પ્રમુખ યતીન ઓઝા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 64 ટકા વકીલો હાઈકોર્ટમા્ં ફિઝિકલ સુનાવણી શરૂ કરવાના પક્ષમાં હતાં. હાઈકોર્ટ ત્રણેય પ્રિન્સિપાલ જજના રિપોર્ટ બાદ ફિઝિકલ સુનાવણી અંગે સપ્તાહના અંત સુધીમાં નિર્ણય લઈ શકે છે. હાલ વકીલોની અને બાર કાઉન્સિલની માગને ધ્યાનમાં રાખીને મેટ્રો કોર્ટમાં સવારના 11 થી 2 વાગ્યા સુધી 5 કોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવામાં આવી હતી.
મેટ્રો કોર્ટમાં બે કલાક ફિઝિકલ સુનાવણી શરૂ - કોર્ટ સુનાવણી
અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં મંગળવારથી ફિઝિકલ સુનાવણી હાથ ધરવામાં આવશે. દરરોજ સવારના 11 વાગ્યેથી 2 વાગ્યે સુધી સુનાવણી હાથ ધરવામાં આવશે. 3 પ્રિન્સિપાલ જજ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારબાદ જ હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવાશે.
મેટ્રો કોર્ટમાં બે કલાક ફિઝિકલ સુનાવણી શરૂ
નોંધનીય છે કે, કોરોનાકાળ દરમિયાન માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં હાઈકોર્ટમાં અને તમામ નીચલી કોર્ટમાં વીડિયો કોન્ફરેન્સિંગથી અરજન્ટ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મોટાભાગની જામીન અને કોરોનાને લગતી જાહેરહિતની અરજી પર સુનાવણી હાથ ધરાય છે.