- આરોપી યુવતી અને તેના પિતાને ફેક આઈડી બનાવી હેરાન કરતો
- યુવતીની સમાજમાં બદનામી થાય તે હેતુથી હેરાન કરતો
- ફોટા અને વીડિયો વાયરલ કરવાની આપી ધમકી
અમદાવાદ : શહેરમાં એક વેપારીએ અજાણ્યા યુવકથી કંટાળીને તેની સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં તેજસ નામના એક યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, તેજસ અને ભોગ બનનારી યુવતી એક જ કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને ફરિયાદીની પુત્રી અન્ય સાથે વાત કરતી હતી તે આરોપીને પસંદ ન હતું. જેથી તેને આ પ્રકારનું કૃત્ય કર્યું હતું.
અમદાવાદ શહેરમાં એક વેપારીએ અજાણ્યા યુવક સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી આ પણ વાંચો :પાલનપુરના ગઢ પોલીસ મથકે મહિલા શિક્ષિકાએ નોંધાવી સાયબર ક્રાઈમની ફરિયાદ
અમદાવાદ સાયબર ક્રાઇમે એક આરોપીની ધરપકડ કરી
વેપારીનો આરોપ છે કે, વર્ષ 2019થી એક યુવક અલગ અલગ રીતે તેમની દિકરીને અન્ય સાથે સંબંધ તોડી નાખવા અને તેની સાથે વાત નહીં કરવા ધમકી આપી રહ્યો છે. જેમાં વેપારી પોતે વેપાર કરી ગુજરાન ચલાવે છે. વર્ષ 2019ના નવેમ્બર મહિનામાં સોશિયલ મીડિયામાં એક યુવકે મેસેજ કરેલો કે અન્ય એક યુવક સાથે સંબંધ તોડી દે નહીં તો પપ્પાને કહી દઈશ. એ મેસેજ ફરિયાદીની દીકરીએ ફરિયાદીને વંચાવ્યો હતો. ફરિયાદીએ વાત ઉપર ધ્યાન આપ્યું નહીં. પરંતુ ફરિયાદીને FB પર એ જ યુવકે ફરિયાદીની દીકરી અને રાહુલના ફોટો મોકલી આપ્યા હતા, જે ફોટો ફરિયાદીએ દીકરીને બતાવતા દીકરીએ કહેલું કે આ યુવક તેની સાથે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. જોકે ત્યારબાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 2020માં ફરિયાદીના ઘરે 2 પત્રો આવ્યા હતા અને જેમાં ફરિયાદીની દીકરી સાથે રાહુલનો ફોટો હતો અને સાથો સાથ રાહુલથી દૂર રહેવું તેવું લખેલું હતું.
આ પણ વાંચો :પોરબંદરના તબીબ પાસે મોબાઈલ પર થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરાવીને છેતરપિંડી
પોલીસે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી
ફરિયાદીએ તપાસ કરતા પત્ર નારાયણપુરા વિસ્તારમાંથી આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ફરિયાદીની દીકરીના ફોન ઉપર whats app કોલિંગ અને મેસેજ આવ્યા કે અન્ય યુવક સાથે સંબંધ તોડી નાંખ, ત્યારે આરોપીએ ફરિયાદીની દીકરીની સમાજમાં બદનામી થાય તે પ્રકારનું કૃત્ય કરી રહ્યો હતો. પરંતુ છેલ્લે 7-4-2021ના રોજ ફરી એક પત્ર ફરિયાદીના ઘરે આવ્યો અને જેમાં અંગ્રેજીમાં લખાણ હતું કે, 'અભી ભૂલના નહીં હૈ ફોટો હૈ હમારે પાસ ઔર રાહુલને બોલા હૈ કે વો બાત કરતા હૈ.' વગેરે ધમકી ભર્યો પત્ર હતો. જેથી ફરિયાદીએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરી છે અને આ મામલે પોલીસે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.