ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ જિલ્લામાં 60 વર્ષથી મોટી વયના કુલ 1,800થી વધુ નાગરિકોને અપાઈ રસી - corona vaccine update

1 માર્ચ, 2021થી કોરોના વિરોધી રસીકરણના ત્રીજા તબક્કાનો શુભારંભ થયો છે. 60 વર્ષથી વધુ વયના નાગરકો તથા 45થી 59 વર્ષના કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં ત્રણ દિવસમાં 60થી વધુ વય ધરાવતા હોય તેવા 1,802 નાગરિકોને રસી આપવામાં આવી છે. જ્યારે 45થી 59 વયમાં જેઓ કો-મોર્બિડ હોય તેવા 285 નાગરિકોને રસી આપવામાં આવી છે.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Mar 4, 2021, 7:08 PM IST

  • અમદાવાદમાં 60થી વધુ સ્થળો ઉપર રસીકરણની વ્યવસ્થા કરાઈ
  • ત્રણ દિવસમાં 60થી વધુ વય ધરાવતા 1,802 નાગરિકોને રસી અપાઈ
  • 60થી વધુ વય ધરાવતા 1,32,498 લોકોને રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો

અમદાવાદ: જિલ્લા આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ જિલ્લામાં 60 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને રસીકરણ ઝુંબેશ અંતર્ગત 1 માર્ચે- 756 લોકોને, 2 માર્ચે- 928 લોકોને,જ્યારે 3 માર્ચે -118 લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે 45 થી 59 વય ધરાવતા કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા નાગરિકોને રસીકરણ ઝુંબેશ હેઠળ 1 માર્ચે- 83 લોકોને, 2 માર્ચે- 162 લોકોને અને 3 માર્ચે- 40 લોકોને રસી આપવામાં આવી છે.

રસી આપવા માટે પ્રાથમિકતા નક્કી કરાઈ

આ અંગે વધુ વિગતો આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શૈલેષકુમાર. બી. પરમારે જણાવ્યું હતું કે, કોવીડ સામેના રસીકરણના ત્રીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયના નાગરિકો અને 45થી 59 વર્ષના કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા નાગરિકોને રસી આપવા માટેની પ્રાથમિકતા નક્કી કરાઈ છે. પરમારે જિલ્લાના નાગરિકોને આ રસીકરણ ઝુંબેશનો લાભ લેવા માટે પણ અનુરોધ કર્યો છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ ચેરપર્સન બન્યા કોરોના રસી લેનારા પ્રથમ મહિલા તબીબ

જિલ્લામાં 64 વેક્સિનેશન સાઈટ્સ ઊભી કરાઈ

નોંધપાત્ર બાબત એ છે કે, આગામી તબક્કામાં 60થી વધુ વય ધરાવતા 1,32,498 લોકોને રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે 45થી 60 વર્ષના 7,022 લોકોને રસી આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. ઝુંબેશ માટે જિલ્લામાં 64 વેક્સિનેશન સાઈટ્સ નક્કી કરાઈ છે, જેમાં 40 પી.એચ.સી, 8 સી.એચ.સી, 2 એસ.ડી.એચ અને 3 યુ.એચ.સીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અમદાવાદમાં રસીકરણ સાથે કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો

અમદાવાદમાં બીજા તબક્કાની વેક્સિનેશનની શરૂઆત કરાઈ

ABOUT THE AUTHOR

...view details