- BSFના 150 જવાનોની ટીમ જમ્મુથી નવસારી સુધી કરશે સાયકલ યાત્રાતિત
- આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત થઈ રહી છે ઉજવણી
- નવસારીના દાંડી પહોંચી રાષ્ટ્રપિતાને આપશે શ્રદ્ધાંજલિ
ન્યુઝ ડેસ્કઃ દેશની સરહદોની સુરક્ષા માટે દિવસ રાત એલર્ટ રહેતા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ કાશ્મીરથી નવસારીના દાંડી સુધીની એક અનોખી સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આ રેલી ગાંધી જયંતીના દિવસે એટલે કે બીજી ઓક્ટોબરના રોજ સાયકલ યાત્રા દાંડી પહોંચી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે.
જવાનો એક અનોખા મિશન હેઠળ આ યાત્રાએ નીકળ્યા
આ સાયકલ યાત્રા આજે બપોરે અમદાવાદ આવી પહોંચી હતી. અમદાવાદની સેવાભાવી સંસ્થા શિવમ ચેરીટેબલ ટ્રસ્ટે તેમનું સ્વાગત કર્યું હતું. યાત્રાનું સ્વાગત કરતાં ટ્રસ્ટના ડોક્ટર પ્રકાશ કુરમિએ જણાવ્યું હતું કે, દેશની સુરક્ષામાં વ્યસ્ત જવાનો એક અનોખા મિશન હેઠળ આ યાત્રાએ નીકળ્યા છે ત્યારે તેમનું યથા યોગ્ય સ્વાગત થાય તે આપણી સૌની ફરજ છે. દેશના સીમાડાઓ સાચવનારા આ જવાનો આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત એકતા અખંડિતતા અને ફિટનેસના ધ્યેય મંત્ર સાથે નીકળ્યા છે ત્યારે સમાજમાં તેની હકારાત્મક અસર અને સંદેશો પહોંચશે તે પણ એટલું જ મહત્વનું છે.
26 મી સપ્ટેમ્બરના રોજ સીમા સુરક્ષા દળના જવાનો કાંકરિયા લેક, સ્વામિનારાયણ મંદિર અને મોડર્ન સ્કુલ મણીનગર જેવા સ્થળોની મુલાકાત પણ લઇ વૃક્ષારોપણ મેડિકલ ચેકઅપ કેમ્પ અને યોગ પ્રાણાયામ શિબિર જેવા કાર્યક્રમમાં સહભાગી થશે.
શહેરીજનોએ સાયકલ યાત્રાને ઉત્સુકતાથી વધાવી