- દેશ-દુનિયામાં જોવા મળતો મોનોલીથ પથ્થર હવે જોવા મળ્યો અમદાવાદમાં
- મોનોલીથ પથ્થરે અમદાવાદીઓમાં જગાવી ઉત્સુકતા
- પથ્થર જોવા લોકો લઈ રહ્યાં છે ગાર્ડનની મુલાકાત
અમદાવાદઃ દેશ અને દુનિયામાં જોવા મળતો મોનોલીથ પથ્થર હવે શહેરમાં પણ જોવા મળ્યો છે. આ પથ્થરે અમદાવાદીઓમાં પણ ઉત્સુકતા જગાવી છે. લોકો આ પથ્થરને જોવા ગાર્ડનની મુલાકાત પણ લઈ રહ્યા છે. વિશ્વના 30 દેશના વિવિધ શહેરોમાં જોવા મળેલો મોનોલીથ પથ્થર ગુજરાતના અમદાવાદમાં મળી આવ્યો છે. થલતેજના સિમ્ફની ગાર્ડનમાં આ પ્રકારનું રહસ્યમય સ્ટ્રક્ચર જોવા મળ્યું છે. મહત્વનું છે કે, મોનોલીથને મિસ્ટ્રી મોનોલીથ કહેવામાં આવે છે. જે એક સ્ટીલનું સ્ટ્રક્ચર છે. પણ આ સ્ટ્રક્ચર ક્યાંથી આવ્યું અને કોણે ઊભું કર્યું તેની માહિતી કોઈ પાસે નથી. આ રહસ્યમય મોનોલીથ જોવા મળતાં લોકોમાં ઉત્સુકતા જોવા મળી છે.
સિમ્ફની ગાર્ડનમાં દેખાયો અનોખો પથ્થર
સિમ્ફની ગાર્ડનમાં અચાનક જોવા મળેલા આ સ્ટીલના સ્ટ્રક્ચર મોનોલીથમાં કેટલાક નંબર પણ લખાયેલા જોવા મળ્યાં છે. લોકો ઉત્સુકતા સાથે તેને કૂતુહલતાથી જોઈ રહ્યા છે. લોકો તેની સાથે ફોટા પણ પડાવી રહ્યા છે. સિમ્ફની ગાર્ડન પીપીપી ધોરણે ઊભો કરાયો છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિમ્ફની કંપનીએ મળીને પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ ધોરણે ગાર્ડન બનાવ્યું છે. પરંતુ અહીં જોવા મળેલા મોનોલીથની જાણકારી AMC કે ગાર્ડનનું સંચાલન કરનારા પાસે નથી.