ગુજરાત

gujarat

ETV Bharat / city

UPSCની પરીક્ષાને લઈને પરીક્ષાર્થીઓ માટે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

આવતીકાલે 6, સપ્ટેમ્બર રવિવારના રોજ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સમગ્ર દેશમાં નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમીની પરીક્ષાઓ યોજાવા જઇ રહી છે. ત્યારે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધીનું આવાગમન સરળ રહે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા આવતીકાલે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.

UPSCની પરીક્ષાને લઈને પરીક્ષાર્થીઓ માટે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
UPSCની પરીક્ષાને લઈને પરીક્ષાર્થીઓ માટે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

By

Published : Sep 5, 2020, 5:32 PM IST

અમદાવાદઃ પરીક્ષાર્થીઓ માટે ચલાવવામાં આવનારી ટ્રેનો વિશે અમદાવાદ રેલવે મંડળે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

1. પ્રથમ સુપર ફાસ્ટ ટ્રેન નંબર 09081 મુંબઈ સેન્ટ્રલથી શરૂ કરીને અમદાવાદ પહોંચશે. જે 5 સપ્ટેમ્બરે રાત્રે 09:35 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને સવારે 05:30 વાગે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન સુપરફાસ્ટ રહેશે. 6 તારીખે આ જ ટ્રેન નંબર 09082 સાથે રાત્રે 10:10 કલાકે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે 06:05 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચ્શે. આ ટ્રેનોમાં થર્ડ એસી, સ્લીપર અને સામાન્ય કોચ રહેશે. ઉપરાંત આવતા અને જતા એમ બન્ને માર્ગો ઉપર વડોદરા, ભરૂચ, સુરત, પાલઘર, અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે.

UPSCની પરીક્ષાને લઈને પરીક્ષાર્થીઓ માટે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
2. બીજી ટ્રેન નંબર 09201 સોમનાથથી અમદાવાદ દોડશે, જે સુપરફાસ્ટ છે. તે 5 સપ્ટેમ્બરે રાત્રે 09:25 કલાકે સોમનાથથી ઉપડશે અને 6 સપ્ટેમ્બરે, સવારે 5 વાગે અમદાવાદ પહોંચશે. પરત ફરતી વખતે 06 સપ્ટેમ્બરે આ ટ્રેન નંબર 09202 રાત્રે 10 વાગે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે જે બીજા દિવસે સવારે સોમનાથ પહોંચશે. રસ્તામાં આ ટ્રેન જૂનાગઢ ,ભક્તિનગર, રાજકોટ, સુરેન્દ્રનગર તેમ જ વિરમગામ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં પણ થર્ડ એસી, સ્લીપર અને સામાન્ય શ્રેણીના આરક્ષિત કોચ રહેશે.
UPSCની પરીક્ષાને લઈને પરીક્ષાર્થીઓ માટે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
3. ત્રીજી ડેમુ સ્પેશિયલ પેસેન્જર ટ્રેન નંબર 09401અમદાવાદ અને પાટણ વચ્ચે દોડશે. જે 6, સપ્ટેમ્બરે સવારે 5:30 કલાકે પાટણથી ઉપડશે અને સવારે 08:05 કલાકે અમદાવાદ પહોંચશે. પરત ફરતી વખતે આ ટ્રેન 6 તારીખે સાંજે 06 કલાકે અમદાવાદથી ઉપડશે અને 08:20 કલાકે પાટણ પહોંચશે. આ ટ્રેન બંને તરફ મહેસાણા, કલોલ, ગાંધીનગર તેમજ સાબરમતી સ્ટેશન પર ઉભી રહેશે.4. ચોથી ટ્રેન પૂણે અને અમદાવાદ વચ્ચે દોડનારી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન નંબર 01145 હશે. જે 5 સપ્ટેમ્બરના રોજ સાંજે 05:30 કલાકે પૂણેથી ઉપડશે અને 6 સપ્ટેમ્બરે સવારે 05:35 કલાકે અમદાવાદ પહોંચશે. પરત ફરતી વખતે આ ટ્રેન 6 સપ્ટેમ્બરે રાત્રીના 08:15 કલાકે અમદાવાદથી ઉપડશે અને સવારે 08 વાગે પુણે પહોંચશે. બંને સ્ટેશનો તરફ આ ટ્રેન લોનાવાલા, કલ્યાણ, વસઈ રોડ, સુરત તેમજ વડોદરા સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર શ્રેણીના કોચ રહેશે.રેલવે દ્વારા પરીક્ષાર્થીઓને વિનંતી કરવામાં આવી છે કે, બધી જ ટ્રેનોમાં રિઝર્વેશન હશે. કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન કેન્દ્ર તથા રાજય સરકારોએ બહાર પાડેલી ગાઇડ લાઇનનો પરીક્ષાર્થીઓએ પાલન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓએ સાથે હેન્ડ સેનેટાઈઝર રાખવાનું રહેશે, મોં ઉપર માસ્ક લગાવવાનું રહેશે, અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. યાત્રા દરમિયાન તેમણે પરીક્ષાનો કોલલેટર અચૂક બતાવવાનો રહેશે. તેમ જ વિદ્યાર્થીઓએ ટ્રેન ઉપડવાનો દોઢ કલાક પહેલાં રેલવે સ્ટેશન પહોંચવાનું રહેશે.

ABOUT THE AUTHOR

...view details