ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના મહામારીના સમયમાં રાખડી સમયસર પહોંચે તે માટે ટપાલ વિભાગ દ્વારા કરાયું ખાસ પ્રકારનું આયોજન - રાખડી

3 ઓગસ્ટે રક્ષાબંધન હોવાથી મોટી સંખ્યામાં બહેનો દૂર રહેતાં ભાઈઓને પોસ્ટ વિભાગની મદદથી રાખડી મોકલશે. આ રાખડીઓ સમયસર ભાઈઓ સુધી પહોંચાડવા માટે પોસ્ટ વિભાગે વિશેષ તૈયારી કરી છે. જેમાં દસ રૂપિયાની કિંમતે વિશેષ રાખી કવર બહાર પાડવાની સાથે તમામ મુખ્ય પોસ્ટ ઓફિસોમાં રાખડી સ્વીકારવા માટે વિશેષ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. તેની સાથે જ રેલવે સ્ટેશન અહીં આવેલા પોસ્ટ વિભાગ તેમ જ શાહીબાગ પોલીસ ભવન બિલ્ડીંગ ખાતે આવેલ પોસ્ટ ઓફિસમાં 24 કલાક સુવિધા ઉપલબ્ધ રહેશે.

કોરોના મહામારીના સમયમાં રાખડી સમયસર પહોંચે તે માટે ટપાલ વિભાગ દ્વારા કરાયું ખાસ પ્રકારનું આયોજન
કોરોના મહામારીના સમયમાં રાખડી સમયસર પહોંચે તે માટે ટપાલ વિભાગ દ્વારા કરાયું ખાસ પ્રકારનું આયોજન

By

Published : Jul 21, 2020, 3:45 PM IST

અમદાવાદઃ મહત્વનું છે કે કોરોના કાર્ડમાં દેશવિદેશમાં રાખડી મોકલવા પોસ્ટ વિભાગ દ્વારા વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. સમયસર ડિલીવરી નિશ્ચિત કરવા ગ્રાહકોને 25 જુલાઈ સુધી રાખડી મોકલવાનું અનુરોધ કરવામાં આવ્યો છે. ચીફ પોસ્ટમાસ્ટર જનરલ અશોકકુમાર પોદ્દાર દ્વારા ગુજરાતની અંદર 28 જુલાઈ પહેલા રાખડી મોકલવા માટે વિનંતી કરવામાં આવી છે. ગ્રાહકો તેમની રાખડી સામાન્ય post registered પોસ્ટ કે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી શકે છે.

કોરોના મહામારીના સમયમાં રાખડી સમયસર પહોંચે તે માટે ટપાલ વિભાગ દ્વારા કરાયું ખાસ પ્રકારનું આયોજન

ગ્રાહકોને ઝડપી અને તાત્કાલિક ડિલિવરી માટે સ્પીડ પોસ્ટની સુવિધાનો ઉપયોગ કરી શકે છે. મોટી પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માટે અલાયદું કાઉન્ટર પણ આવું કરાયું છે. ડિપાર્ટમેન્ટ એના ખુદના રોડ ટ્રાન્સપોર્ટેશન દ્વારા મુખ્ય મથકો સુધી ટપાલ પાર્સલ મોકલવાની વ્યવસ્થા ધરાવે છે. ઇએમએસ ઇન્ટરનેશનલ મેલ સૌપ્રથમ મુંબઈ અને ત્યાંથી જે તે દેશમાં ફ્લાઇટની ઉપલબ્ધતાને આધારે મોકલવામાં આવશે સરકારની માર્ગદર્શિકા અનુસાર પોસ્ટમેન ભરતી વખતે પૂરેપૂરી તકેદારી રાખશે.

કોરોના મહામારીના સમયમાં રાખડી સમયસર પહોંચે તે માટે ટપાલ વિભાગ દ્વારા કરાયું ખાસ પ્રકારનું આયોજન
જોકે કોરોના કાળમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાં રાખડીઓ પહોંચાડવા માટે ભારતીય ડાક વિભાગ દ્વારા જે વિશેષ રાખી કવર બનાવવામાં આવ્યું છે તે દરેક કચેરીએ મોકલવામાં આવશે આ ઉપરાંત ડાક વિભાગ દ્વારા ૩૪ જેટલા દેશમાં ટપાલ વિભાગ દ્વારા પણ રાખડી મોકલવામાં આવશે.

મહત્વનું છે કે સામાન્ય ટપાલ પાંચ રૂપિયા અને સ્પીડ પોસ્ટ 18 રૂપિયામાં રાજ્યના કોઇપણ શહેરમાં પહોંચાડી શકાશે સાથે દેશમાં અને વિદેશમાં રાખડી ભારતીય પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.

કોરોના મહામારીના સમયમાં રાખડી સમયસર પહોંચે તે માટે ટપાલ વિભાગ દ્વારા કરાયું ખાસ પ્રકારનું આયોજન

સાથે જ આ વર્ષે કોરોના મહામારીના કારણે ખાનગી કુરિયર સર્વિસ બંધ રહેતાં લોકોનો ધસારો ભારતીય ડાક વિભાગ તરફ થયો છે. ગયા વર્ષે ૧૨ લાખ જેટલાં કવર ડાક વિભાગ દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં અને આ વર્ષે તે વધીને ડબલ થાય તેવી આશા રાખવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details