અમદાવાદઃ આજની પેઢીના યુવાઓમાં હોલીવુડ અને બોલીવૂડ ગીતો પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. પરંતુ વિશ્વ રાવલ નામની યુવતીએ પોતાનો દેશ પ્રત્યેનો પ્રેમ અને દેશ માટે ફરજ નિભાવી રહેલા સૈનિકોને ઉલ્લેખીને એક હિન્દી ગીત બનાવ્યું છે. જેમાં ખાસ ઇન્ડિયન આર્મીની કામગીરી બિરદાવવામાં આવી છે.
સ્વતંત્ર દિવસ પૂર્વે ઇન્ડિયન આર્મીની કામગીરીને બિરદાવતું ગીત ગુજરાતી યુવતીએ બનાવ્યું દેશની સરહદો પરની સમસ્યાઓ સરકારે આવા વિકટ સમયમાં ખૂબ જ સારી રીતે ઉકેલવાના પ્રયત્નો કર્યા છે. સરહદ ઉપર સૈનિકો છે. ત્યારે આપણે આપણા ઘરે સુરક્ષિત છીએ. દેશમાં લોકડાઉનનું પણ પાલન કરાવવા માટે કેટલીક જગ્યાએ આર્મીની પણ જરૂર પડી હતી. ત્યારે કોરોના વોરિયર્સ તરીકે આર્મીને સન્માન મળવું જોઈએ તે માટે વિશ્વાએ ગીત બનાવ્યું છે.
આ દેશભક્તિ ગીત વાસ્તુ નિષ્ણાંત અને વિશ્વાના પિતા મયંક રાવલએ લખ્યું છે અને જાણીતા ગાયીકા માયા દીપકે તેને કમ્પોઝિશન કર્યું છે. ગીતનું ડાયરેક્શન અને એડીટીંગ વિશ્વાસ જાતે જ કર્યું છે. આ ગીત સિવાય અન્ય સમાજને સંદેશ આપતા 25 જેટલા ગીતો વિશ્વાસે બનાવ્યા છે.
સ્વતંત્ર દિવસ પૂર્વે ઇન્ડિયન આર્મીની કામગીરીને બિરદાવતું ગીત ગુજરાતી યુવતીએ બનાવ્યું અગાઉ નિર્ભયાકાંડને ઉલ્લેખીને મહિલા સશક્તિકરણ માટે પણ વિશ્વાએ ગીત બનાવ્યું હતું. ખૂબ જ નાની વયે વિશ્વાએ અનેક ગીત બનાવ્યા છે. મોટા ભાગના ગીતો સમાજને ઉલ્લેખીને કોઈ સંદેશો આપતા ગીતો છે. વિશ્વા આ રીતે જ આગળ વધવા માંગે છે અને પોતાનાથી બનતા પ્રયાસો થકી સકારાત્મક ગીત બનાવી સમાજને સંદેશા આપવા માંગે છે. નાની વયે આ પ્રવૃતિઓ ખૂબ જ પ્રેરણા દાયક છે.