ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાના કેસમાં વધારો, રાજ્યમાં કુલ 810 નવા કેસ નોંધાયા - The total number of corona

છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે પણ રાજ્યમાં કુલ 810 કોરોના નવા કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં કોરોનાના કારણે 2 દર્દીના મોત થયા છે.

કોરોનાના કેસમાં વધારો, રાજ્યમાં કુલ 810 નવા કેસ નોંધાયા
કોરોનાના કેસમાં વધારો, રાજ્યમાં કુલ 810 નવા કેસ નોંધાયા

By

Published : Mar 14, 2021, 10:58 PM IST

  • રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો
  • કોરનોના કારણે આજે રાજ્યમાં 2 ના મોત
  • અમદાવાદ સહિત રાજ્યમાં ફરી કોરોના વકર્યો

અમદાવાદઃ છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે પણ રાજ્યમાં કુલ 810 કોરોના નવા કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં કોરોનાના કારણે 2 દર્દીના મોત થયા છે. રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે રાજ્યમાં 810 કેસ કોરોના નોંધાયા છે. જ્યારે 586 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 96.82 ટકા નોંધાયો છે, જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક કોરોનાના કારણે બે દર્દીઓના મોત થયા છે.

કોરોના કુલ 4,422 પોઝિટિવ કેસ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંતર્ગત રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 4,422 પોઝિટિવ કેસ છે. જેમાંથી 54 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 4,368 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,69,361 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,424 દર્દીના સારવાર દરમિયાન મૃત્યું થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ સુરતમાં 241 કેસ નોંધાયા છે. જે બાદ અમદાવાદમાં 165 વડોદરામાં 117 રાજકોટમાં 70 કેસ નોંધાયા છે.

પ્રથમ ડોઝમાં 19,77,802 વધુ અને બીજા ડોઝમાં 5,00,635 લોકોનું વેક્સિનેશન

રાજ્યમાં વેક્સિનેશનની વિગતો જે પ્રમાણે છે. તે અંતર્ગત પ્રથમ ડોઝમાં 19,77,802 વધુ અને બીજા ડોઝમાં 5,00,635 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. તો અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના કારણે એકપણ વ્યક્તિને આડઅસર થઈ નથી.

ABOUT THE AUTHOR

...view details