અમદાવાદઃ રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ 479 મૃત્યુ અમદાવાદમાં થયા છે. તેમાં પણ જમાલપુર,કાલુપુર, શાહપુર સહિત હોટસ્પોટ વિસ્તારમાં તેનું પ્રમાણ વધુ હોવાને લીધે દફનાવવા માટે કબ્રસ્તાનમાં જગ્યા ઓછી પડી રહી છે. આ કારણોસર જમાલપુર-ખાડીયાના MLAએ શહેરમાં ફાજલ જગ્યા પર કોરોના મૃતકો માટે કબ્રસ્તાન અને સ્મશાનની અલગ વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી હતી.
"અંતિમ વિધિ જગ્યા ઓછી પડતી હોવાથી કોરોના મૃતક માટે અલગ સ્મશાન - કબ્રસ્તાનની જગ્યા ફાળવવામાં આવે"
રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ 479 મૃત્યુ અમદાવાદમાં થયા છે. તેમાં પણ જમાલપુર,કાલુપુર, શાહપુર સહિત હોટસ્પોટ વિસ્તારમાં તેનું પ્રમાણ વધુ હોવાને લીધે દફનાવવા માટે કબ્રસ્તાનમાં જગ્યા ઓછી પડી રહી છે. આ કારણોસર જમાલપુર-ખાડીયાના MLAએ શહેરમાં ફાજલ જગ્યા પર કોરોના મૃતકો માટે કબ્રસ્તાન અને સ્મશાનની અલગ વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી હતી.
જમાલપુર - ખાડિયાના MLA ઇમરાન ખેડવાલાએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પોલીસ કમિશનર, અમદાવાદ કલેક્ટર, સહિતને પત્ર લખીને કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિઓને દફનાવવા માટે કબ્રસ્તાન અને સ્મશાન ગૃહની અલગ વ્યવસ્થા કરવામાં આવે તે માગ કરી હતી. શહેરના નાના-મોટા કબ્રસ્તાનમાં હાલ દફનવિધિ માટે જગ્યા ઓછી પડી રહી હોવાથી સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવી છે.
નોંધનીય છે કે, આ અગાઉ શહેરના કેટલાક કબ્રસ્તાનમાં કોરોના સંક્રમિત મૃતકોને કબ્રસ્તાનમાં દફનાવવામાં બાબતે આસપાસ રહેતા સ્થાનિક રહીશો દ્વારા ભારે વિરોધ હોબાળો પણ કરવામાં આવ્યો હતો. આ અંગે છેક CM, પોલીસ કમિશ્નર કલેકટર સહિતને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી.