ગુજરાત

gujarat

ETV Bharat / city

સોસાયટીમાં કોરોનાથી બચવા સેનિટાઈઝર ટનલ ઉભી કરવામાં આવી - કોરોના

કોરોના વાયરસ એક જગ્યાએ ફેલાયાં બાદ આસપાસના વિસ્તારમાં આસાનીથી ફેલાય છે તેથી અમદાવાદની એક સોસાયટીમાં રહીશો દ્વારા જાગૃતતા દાખવી કોરોનાથી બચવા ટનલ ઉભી કરવામાં આવી છે. જ્યાં બહારથી આવતાં લોકોને પહેલા સેનિટાઈઝ કરવામાં આવે છે અને પછી જ સોસાયટીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

સોસાયટીમાં કોરોનાથી બચવા સેનિટાઈઝર ટનલ ઉભી કરવામાં આવી
સોસાયટીમાં કોરોનાથી બચવા સેનિટાઈઝર ટનલ ઉભી કરવામાં આવી

By

Published : Apr 25, 2020, 7:27 PM IST

અમદાવાદ : શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલ ઓર્ચીડ ગ્રીન ફ્લેટમાં અંદાજે 2000 જેટલા રહીશો રહે છે. જ્યારે કોરોના વાયરસની શરૂઆત થઈ ત્યારે વિદેશથી આવેલાં 3 લોકોને કોરેન્ટાઇન કરવામાં આવ્યાં હતાં. પરંતુ તમામનો કોરોના નેગેટિવ આવ્યો હતો. જે બાદ બાજુની સોસાયટીમાં એક વ્યક્તિનો પોઝિટિવ રિપોર્ટ આવતાં પોતાની સોસાયટીમાં કોરોના ન ફેલાય તે માટે સાવચેતીના ભાગરૂપે ટનલ ઉભી કરવામાં આવી છે.

સોસાયટીમાં કોરોનાથી બચવા સેનિટાઈઝર ટનલ ઉભી કરવામાં આવી
અંદાજે 90,000 રૂપિયાની આ ટનલ સોસાયટી દ્વારા ઉભી કરવામાં આવી છે જેમાં બહારથી આવતા તમામ લોકોમે સેનિટાઈઝ કરવામાં આવી રહ્યાં છે અને લોકોને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાય તે માત્ર અપીલ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details