અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 11મું રાજપૂત સંમેલન યોજાયું હતું. જેનો ઉદ્દેશ તમામ ધર્મના રાજપૂતોને એક કરવાનો હતો. રાજપૂત સમાજે સંસ્કૃતિ, ત્યાગ અને બલિદાન આપ્યું છે, જેના લીધે દેશ આઝાદ થયો છે. તેથી તમામ રાજપૂતો એક થાય તેવા ઉદ્દેશ સાથે રાજપૂત સમાજનું સંમેલન યોજવામાં આવ્યુ હતું. આ દિવસે એક સૂત્ર પણ આપવામાં આવ્યું હતું કે, 'પૂજા પદ્ધતિ અનેક હો પર રાજપુત સબ એક હો.'
અમદાવાદમાં રાજપૂત સમાજનું સંમેલન યોજાયું, મુસ્લિમ રાજપુતોએ આપી હાજરી
અમદાવાદઃ શહેરમાં સૌપ્રથમ વખત રાજપૂત સમાજનું સંમેલન યોજવામાં આવ્યુ હતું. જેમાં રાજ્યભરના હજારો રાજપૂતો નાગરિકોએ ભાગ લીધો હતો. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ બધા રાજપૂત સમાજના લોકો વચ્ચે એકતા જાળવવાનો છે. મહત્ત્વનું છે કે, આ સંમેલનમાં મુસ્લિમ રાજપૂતોએ પણ હાજરી આપી હતી.
Ahmedabad
રાજપૂત સમાજના સંમેલનમાં હજારો લોકોએ હાજરી આપી હતી અને પોતાના પરંપરાગત વેશમાં જોવા મળ્યાં હતાં. માત્ર પુરુષો જ નહીં પરંતુ સ્ત્રીઓ પણ આ સંમેલનમાં હાજર રહી હતી. આ સંમેલનમાં ખાસ મુસ્લિમ રાજપુતો પણ હાજર રહ્યા હતા.