અમદાવાદ : કોચરબ આશ્રમથી શરૂ થયેલી દાંડીકૂચની 92મી વર્ષગાંઠ (92nd anniversary of Dandi Yatra ) પર કોંગ્રેસ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું (prayer meeting By Congress) હતું. આ પ્રાર્થના સભામાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંંચો :Amit Shah Gujarat visit : અંગ્રેજોમાં હિંમત ન હતી કે ગાંધીજીને દાંડી યાત્રાથી પકડીને લઈ જાય : ગૃહપ્રધાન અમિત શાહ
કોંગ્રેસ દ્વારા કોચરબ આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન : 12 માર્ચ 1930ના (anniversary of Dandi Yatra રોજ મોહનદાસ ગાંધીએ અંગ્રેજો દ્વારા મીઠા પરના ટેક્સ લગાવવાના નિર્ણયના વિરોધમાં અમદાવાદના સાબરમતી આશ્રમથીમીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી. તે અંતર્ગત સમુદ્ર કિનારે વસેલા દાંડી ગામ સુધીની 241 માઈલ લાંબી યાત્રા કરવામાં આવી હતી. 6 એપ્રિલ 1930ના રોજ દાંડી ખાતે યાત્રા પહોંચીને ગાંધીજીના નેતૃત્વમાં હજારો લોકોએ અંગ્રેજોના મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. તેની યાદગીરી રૂપે પ્રતીકાત્મક દાંડી યાત્રા યોજવામાં આવે છે, એમાં કેટલાક લોકો દાંડી સુધીની યાત્રા કરતા હોય છે. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા કોચરબ આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.