ગુજરાત

gujarat

ETV Bharat / city

તંત્રની વધુ એક બેદરકારી સામે આવી: થલતેજ સ્મશાન બહાર PPE કીટના ઢગલા જોવા મળ્યા

અમદાવાદમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે કોરોનાને કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા છે. તંત્ર દ્વારા અનેક વાર બેદરકારી સામે આવી છે. જ્યારે અગાઉ મેડિકલ વેસ્ટ અને PPE કીટ રસ્તે રઝળતી જોવા મળી હતી. વધુ એકવાર તંત્રની બેદરકારી સામે આવી છે. જેમાં થલતેજ સ્મશાનની બહાર ફરી એકવાર PPE કીટના ઢગલા જોવા મળ્યા હતા.

થલતેજ સ્મશાન બહાર PPE કીટના ઢગલા જોવા મળ્યા
થલતેજ સ્મશાન બહાર PPE કીટના ઢગલા જોવા મળ્યા

By

Published : Apr 27, 2021, 12:14 PM IST

  • તંત્રની વધુ એક બેદરકારી સામે આવી
  • થલતેજ સ્મશાન બહાર PPE કીટના ઢગલા જોવા મળ્યા
  • આનાથી સંક્રમણ ફેલાય તો કોણ જવાબદાર...?
  • શું સ્મશાનમાં PPE કીટના નિકાલની વ્યવસ્થા નથી... ?

અમદાવાદ: જેમાં શાબવાહિનીનો સ્ટાફ દિવસ દરમિયાન ઘણી કોરોનાની બોડી લઈને આવતા હોય છે. જેમાં કેટલાક સ્વજનો PPE કીટ પહેરીને અંદર જતા હોય છે અને કેટલાક બહાર ઉભા હોય છે. છેલ્લા 15 દિવસની વાત કરીએ તો અંદાજીત રોજની 30થી વધુ ડેડ બોડી સામે આવે છે. સ્મશાનમાં વેઈટિંગ પણ હોય છે. જેના કારણે તેમના સ્વજનો ઘણા કલાક સુધી સ્મશાનની બહાર રાહ જોઈ રહ્યા હોય છે. તે દરમિયાન આ PPE કીટ સ્મશાનની બહાર રઝળતી હોય છે તો આના કારણે કોરોનાનું સંક્રમણ વધી જાય છે.

તંત્રની વધુ એક બેદરકારી સામે આવી

આ પણ વાંચો:અમદાવાદીઓ લાપરવાહ, PPE કીટ અને માસ્ક સ્મશાનની બહાર રસ્તા પર ફેંક્યા

સ્મશાન કેમ અવાર-નવાર બેદરકારીની ચર્ચામાં રહે છે..?

ડોક્ટરો પણ લોકોને આવી જગ્યાએથી દૂર રહેવા સલાહ આપે છે. તંત્ર દ્વારા આવી બેદરકારી દાખવવામાં આવે તો કેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી શકે છે. તંત્રએ આની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. હોસ્પિટલોમાં PPE કીટ નિકાલની યોગ્ય વ્યસ્થા કરવામાં આવતી હોય છે. સ્મશાનમાં પણ આની યોગ્ય નિકાલની વ્યવસ્થા થવી જોઈએ. જ્યારે અગાઉ પણ આ સ્મશાન ચર્ચામાં આવ્યું હતું કે, જેમાં એક જ એમ્બ્યુલન્સમાં બે ડેડ બોડી લઇ જવામાં આવી હતી. ત્યારે આ સ્મશાન કેમ અવાર-નવાર બેદરકારીની ચર્ચામાં રહે છે..? ત્યારે તંત્ર દ્વારા અવાર-નવાર બેદરકારી આચરવામાં આવે છે, ત્યારે સામાન્ય જનતા તેનો ભોગ બને છે.

આ પણ વાંચો: સયાજી હોસ્પિટલમાં કોવિડ વોર્ડ પાછળ ખૂલ્લેઆમ PPE કિટ ફેંકી દેવાઈ

  • એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે તો બીજી તરફ વડોદરાની સયાજી હોસ્પિટલમાં જ ગંદકી જોવા મળી રહી છે. સયાજી હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં કોવિડ વોર્ડની પાછળ પીપીઈ કિટ, મેડિકલ વેસ્ટ અને દારૂની ખાલી બોટલો રઝળતી હાલતમાં મળી આવ્યા છે. હવે એક સામાજિક કાર્યકર્તાએ આનો વિરોધ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details