ગુજરાત

gujarat

ETV Bharat / city

અભિનેત્રી મુનમુન દત્તા વિરુદ્ધ નોંધાઈ અમદાવાદમાં પોલીસ ફરિયાદ - Complaint of Ahmedabad Atrocities Act

તારક મહેતા સિરિયલ ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. સોશિયલ મીડિયામાં મુનમુન દત્તાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેણે વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દનો પ્રયોગ કર્યો હતો.

Ahmedabad News
Ahmedabad News

By

Published : May 23, 2021, 5:14 PM IST

Updated : May 25, 2021, 8:58 PM IST

  • ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એકટ મુજબ ફરિયાદ નોંધાઈ
  • મુનમુન દતા બબીતા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
  • વાલ્મિકી સમાજ માટે જાતિવાચક શબ્દો ઉચ્ચારવા બદલ ફરિયાદ

અમદાવાદ : તારક મહેતા સિરિયલ ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં અનુસુચિત જાતિ-જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) મુજબ ગુનો નોંધાયો છે. સોશિયલ મીડિયામાં મુનમુન દત્તાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેણે વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેને લઈ દલિત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. ખોખરા પોલીસે અરજીની તપાસ બાદ મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અભિનેત્રી મુનમુન દત્તા વિરુદ્ધ નોંધાઈ અમદાવાદમાં પોલીસ ફરિયાદ

આ પણ વાંચો : જીગ્નેશ મેવાણીએ રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના પોસ્ટર સાથે ગૃહમાં વિરોધ કર્યો

સરકારે પ્રતિબંધિત કરેલા શબ્દનો ઉપયોગ સોશિયલ મીડિયામાં કર્યો

દ્રશ્યોમાં દેખાતા આ છે વાલ્મિકી સમાજના મધુભાઈ પરમાર જેઓ વકીલાતની પ્રેક્ટિસ કરે છે. મધુભાઈએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમણે 11 મે 2021ના રોજ મોબાઈલમાં યુ-ટ્યૂબ પર એક વીડિયો જોયો હતો. જેમાં ટીવી સિરિયલ તારક મહેતા ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતાએ વાલ્મિકી સમાજ વિરુદ્ધ જાતિવાચક શબ્દનો ઉપયોગ કરી અને દેશ તેમજ ગુજરાતના વાલ્મિકી સમાજની લાગણી દુભાવી હતી. સરકારે પ્રતિબંધિત કરેલા શબ્દનો ઉપયોગ બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયામાં જાહેર કર્યો છે.

આ પણ વાંચો : કલેક્ટરને એટ્રોસિટી એક્ટ શું છે તેની જાણ જ નથીઃ જીગ્નેશ મેવાણી

વાલ્મીકી સમાજે ફરિયાદ નોંધાવી

મધુભાઈ પરમારે આ પહેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને અરજીની તપાસ બાદ શનિવારે મોડી રાતે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે, ત્યારે મુનમૂન દત્તાનો વાલ્મિકી સમાજ માટે પ્રતિબંધિત શબ્દ ઉચ્ચારણ કરતો એક વીડિયો વાઇરલ થયો હતો. જેનાથી વાલ્મિકી સમાજની લાગણી દુભાઈ છે. તેને લઈને વાલ્મીકી સમાજે ફરિયાદ નોંધાવી છે.

Last Updated : May 25, 2021, 8:58 PM IST

ABOUT THE AUTHOR

...view details