ગુજરાત

gujarat

ETV Bharat / city

મસ્જિદમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધની માગ સાથે હાઈકોર્ટમાં PIL દાખલ - ગુજરાત હાઈકોર્ટ

ગુજરાતમાં આવેલી વિવિધ મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધની માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. મસ્જિદમાં ઉપયોગ કરાતા લાઉડસ્પીકરથી ઉંઘમાં ખલેલ પડતી હોવાનો પણ પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે.

મસ્જિદમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધની માગ સાથે હાઈકોર્ટમાં PIL દાખલ
મસ્જિદમાં લાઉડસ્પીકર પર પ્રતિબંધની માગ સાથે હાઈકોર્ટમાં PIL દાખલ

By

Published : Jul 28, 2020, 2:49 PM IST

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ગાંધીનગરમાં સેકટર 5Cમાં આવેલી મસ્જિદમાં લોકો લાઉડસ્પીકરનો ઉપયોગ કરે છે જેથી આસપાસ આવેલી વસ્તીમાં લોકોને ઊંઘ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પિટિશનમાં તેને એક પ્રકારનું ટોર્ચર પણ ગણાવવામાં આવ્યું છે.

અરજદારે પિટિશનમાં જણાવ્યું હતું કે મસ્જિદમાં ઉપયોગ કરાતા લાઉડસ્પીકરથી થતી હેરાનગતિ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે, વળી તે ધ્વનિ પ્રદૂષણનો પણ ફેલાવે છે.

આ જાહેરહિતની અરજીમાં માગ કરવામાં આવી છે કે રાજ્યમાં આવતી તમામ મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દેવો જોઈએ. 24 કલાકમાં 5 વાર અલગ અલગ સમય પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરાય છે જેનાથી મસ્જિદની આસપાસ રહેતા લોકો કે જેઓ હૃદય અને તેને લગતી અન્ય સમસ્યાઓથી પીડાતા હોય તેવા દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે.

અગાઉના સમયમાં જ્યારે લાઉડસ્પીકરનો આવિષ્કાર થયો ન હતો ત્યારે પણ માનવ અવાજથી જ પ્રાર્થના કરવામાં આવતી હતી. આથી હાલના સમયમાં આવા સાધનોનો વપરાશ અપ્રસ્તુત છે તેમ અરજદારે જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details