ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ જાહેરમાં તલવાર વડે કેક કાપી ફાયરિંગ કરનારનો વીડિયો વાયરલ, 9 વિરુદ્ધ ગુનો દાખલ - ગુજરાત પોલીસ

અમદાવાદમાં જાહેરમાં તલવાર વડે કેક કાપી બર્થડેની ઉજવણીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં શખ્સે ઉજવણી બાદ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. હાલ પોલીસે આ મામલે 9 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ahmedabad news
જાહેરમાં તલવાર વડે કેક કાપી ફાયરિંગ કરનારનો વીડિયો વાઇરલ

By

Published : Nov 17, 2020, 12:54 PM IST

  • તહેવારના દિવસોમાં જાહેરમાં તલવાર વડે કેક કાપી ફાયરિંગ
  • 9 શખ્સો સામે ગુનો નોંધીને ધરપકડ કરાઈ
  • પોલીસે તલવાર અને રાયફ્લ કબ્જે કરી

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં દેવ બાદશાહ નામના યુવકે જાહેરમાં તલવાર વડે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. એટલું જ નહીં ત્યારબાદ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. જે બાદ તે અંગેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.

વાયરલ વીડિયો અંગે પોલીસની કાર્યવાહી

આ વાયરલ વીડિયો પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટના અંગે બાપુનગર પોલીસે દેવ બાદશાહ સહિત 9 યુવકોની ઝડપી પાડ્યા હતા. આ સાથે યુવકો પાસેથી તલવાર અને એક રાઇફલ પણ જપ્ત કરવામાં આવી હતી.

હવામાં ફાયરિંગ કર્યું
એક યુવકે ઘટનાનો વીડિયો બનાવ્યોગત્ત 15 તારીખે રાત્રે બાપુનગરમાં દેવ બાદશાહે જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. એક યુવકે આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી હતી અને ત્યારબાદ આ વીડિયો વાયરલ થયો હતો. જેમાં અન્ય શખ્સો પણ દેખાઈ રહ્યા હતા.
જાહેરમાં તલવાર વડે કેક કાપી ફાયરિંગ કરનારનો વીડિયો વાઇરલ
પોલીસે 9 યુવકોની ધરપકડ કરીવીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને 9 યુવકોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, દેવેન્દ્ર ઉર્ફે દેવ બાદશાહનો 15મી તારીખે જન્મદિવસ હતો. જેના પગલે રાત્રે પોતાના મિત્રો સાથે જાહેરમાં તલવાર પડે કેક કાપી હતી અને ત્યારબાદ ફાયરિંગ કર્યું હતું. દેવની સાથે મનિષ શુક્લા, રાહુલ કિશોર, સંજય શુક્લા, રાજ શુક્લા, રાહુલ ચંદુલાલ તાજપરિયા, સંદિપ પ્રેમનારાયણ પ્રજાપતિ, મોહમદ સાહિલ અંસારી અને જગદીપ પ્રજાપતિ જેઓ રખિયાલની મનુસાહેબની ચાલી રખિયાલમાં રહે છે. જ્યારે સાહિલ અંસારી મનીલાલ ચાલીમાં રહે છે.આરોપી પાસેથી તલવાર અને રાયફલ કબ્જે કરાયાપોલીસે આરોપીઓ પાસેથી તલવાર અનેે રાયફલ કબ્જે કરી છે. હાલ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે.જન્મદિવસની ઉજવણીના અન્ય સમાચાર..

ભાવનગરના યુવાને કાળી ચૌદશે સ્મશાનમાં કરી જન્મદિવસની ઉજવણી

ભાવનગર શહેરમાં કાળી ચૌદશ અને દિવાળી હોવાથી શહેર ઝગમગી રહ્યું હતું, ત્યારે એક યુવાને પોતાનો જન્મદિવસ હોવાથી સમાજમાં દાખલો બેસાડવા વિચિત્ર પ્રયોગ કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. મૃત્યુ બાદ સ્મશાનમાં જ્યાં મૃતકને અગ્નિસંસ્કાર કરવામાં આવે છે તે સ્થળે બેસીને યુવાને કેક કાપી હતી અનેે યુવાનના મિત્રોએ પણ સહકાર આપ્યો હતો.

અમદાવાદમાં જન્મ દિવસની કેક કાપવી પડી ભારે, યુવક સામે ફરિયાદ

અમદાવાદ: લોકો અલગ અલગ રીતે પોતાના જન્મ દિવસ ઉજવાતા હોય છે, ત્યારે તલવાર વડે કેક કાપતા યુવકનો વીડિયો વાયરલ થયો હતો અને આ વીડિયો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ મામલે તપાસ કરતા નિકોલ વિસ્તારનો વીડિયો હોવાનું સામે આવ્યું હતું અને નિકોલ પોલીસે આ મામલે કેક કાપનારા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતમાં તલવાર વડે કેક કટીંગનો વધુ એક વીડિયો વાયરલ

સુરત: પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં લોકો જાહેરનામાનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે. આવા કિસ્સાઓમાં પોલીસ ગુનો નોંધી આરોપીની ધરપકડ તો કરે છે તેમ છતાં લોકોને પોલીસનો ડર રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. જેમાં વધુ એક વીડિયો કવાસગામનો બહાર આવ્યો છે. જેમાં એક યુવાન દ્વારા જાહેરમાં તલવાર વડે કેક કટીંગ કરવામાં આવે છે અને તેના મિત્રો દ્વારા બિયર પણ ઉડાડવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details