- કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીમાં અનેક કામોને મંજૂરી
- AMC સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ કામો કરાયાં મંજૂર
- રોડ વિભાગ, ફાયર વિભાગ અને હોસ્પિટલ સહિત વિભાગના કામ મંજૂર કરવામાં આવ્યાં
- નગરી હોસ્પિટલના સાધનો માટે મંજૂરી
- 5.45 કરોડના ખર્ચે બોપલ ડમ્પ સાઇટ પર પાર્કને મંજૂરી
- ગાર્ડન વિભાગમાં બોગસ કંપની સામે પગલાં ભરવાના કામને મંજૂરી
અમદાવાદઃ શહેરના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ત્યારે અમદાવાદના કાલુપુર અને સરસપુર બ્રીજ નજીકના રસ્તાઓના સમારકામ વહેલા કરવામાં આવે તે પ્રકારના આયોજન ગોઠવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરની કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ માટે સાધનો ખરીદવાની પણ સ્ટેન્ડિંગમાં મંજૂરી આપવામાં આવી છે. મહત્વનું છે કે, મહાનગરપાલિકામાં ભેળવાયા બાદ પ્રથમ કાર્ય બોપલની ડમ્પ સાઈટ સફાઈ કરવાનું હાથ લેવામાં આવ્યું છે.
- બ્રિજ રીટેન્ડરિંગ મંજૂરી પણ આપી
મહત્વનું છે કે, 5.45 કરોડના ખર્ચે બોપલમાં ઈકોલોજી પાર્ક બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે. તો સાથે બોગસ કંપનીઓ સામે કાર્યવાહી અને પગલાંઓ લેવાની ગાર્ડન વિભાગને સૂચનાઓ પણ આપવામાં આવી છે. સાથે જ બ્રિજ નીચે પાર્કિંગની જગ્યામાં થતી ગંદકીઓ દૂર કરવા માટેની જવાબદારીઓ કોન્ટ્રાકટર પર નિશ્ચિત કરવા માટે તાકીદ કરવામાં આવી છે. શહેરમાં થતા ગેરકાયદે બાંધકામ સહિતના અટકાવવા માટે કર્મચારીઓ વધારવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. તો સાથે જ અનેક ઝૂંપડપટ્ટી વિસ્તારોમાંથી ઝૂપડાં ખાલી કરાવવા અંગેની ચર્ચાઓ પણ કરવામાં આવી છે. અનેક બ્રિજના રીટેન્ડર અંગેની પણ સ્ટેન્ડિંગમાં ચર્ચા કરી મંજૂરી આપવાની કામગીરી કરવામાં આવી હતી.
અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં અનેક કામોને મંજૂરી મળી
અમદાવાદ શહેરના રસ્તાઓ અને અનેક સુવિધાઓમાં વધારો થાય તે માટેની મંજૂરી આજે સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવી છે. હોસ્પિટલ, રસ્તાઓ અને ફાયર વિભાગના કુલ 12 જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે.
અમદાવાદ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં અનેક કામોને મંજૂરી મળી