ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદના ચર્ચિત હિટ એન્ડ રન કેસમાં આવ્યો નવો વળાંક - Police investigation

અમદાવાદના ચર્ચિત હિટ એન્ડ રન કેસમાં એક નવો ખુલાસો બહાર આવ્યો છે. પર્વ શાહની પૂછપરછમાં પોલીસને જાણાવા મળ્યું છે કે પર્વ સાથેની કારમાં પોલીસ કે હોમ ગાર્ડનો કોઈ જવાન હતો. પોલીસ દ્વારા પર્વ શાહને સાથે રાખીને સમગ્ર ઘટનાનું પૂનરાવર્તન કરવામાં આવશે.

પોલીસ કેસ
અમદાવાદના ચર્ચિત હિટ એન્ડ રન કેસમાં આવ્યો નવો વળાંક

By

Published : Jul 1, 2021, 2:16 PM IST

  • શહેરના ચર્ચિત હિટ એન્ડ રન કેસમાં એક નવો વંળાક
  • પર્વ સાથેની અન્ય કારમાં હોમ ગાર્ડ હોવાનો ખુલાસો
  • પોલીસ દ્વારા ઘટનાનું પૂનરાવર્તન કરવામાં આવશે

અમદાવાદ: શહેરમાં ચકચારી હિટ એન્ડ રન કેસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. પર્વ શાહની પૂછપરછ અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની સતત તપાસમાં નવો એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પર્વ શાહની સાથે રહેલી અન્ય કારમાં પોલીસ અથવા હોમગાર્ડ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે તો બીજી તરફ પર્વ શાહને સાથે રાખી પોલીસ આજે સમગ્ર ઘટનાનું પૂનરાવર્તન કરવામાં આવશે.

હત્યાનો ગુન્હો

પર્વ શાહ હિટ એન્ડ રન કેસમાં શરૂઆતમાં 304(અ) કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ કરવામાં આવતા 304 કલમ દાખલમાં આવી હતી જેમાં હત્યાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો જેને લઈ ગઈકાલે (30 જૂન) કોર્ટમાં પર્વ શાહને રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેના રિમાન્ડ માગવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા 1 દિવસના રીમાન્ડ આપવામાં આવ્યા હતા. જેમાં વધુ તપાસ કરવામાં આવ્યા ઋષભ, પાર્થ અને દિવ્ય ત્રણ લોકો વિરુદ્ધ કરફ્યુ ભંગનો 188 કલમ હેથળ ગુન્હો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદના ચર્ચિત હિટ એન્ડ રન કેસમાં આવ્યો નવો વળાંક

આ પણ વાંચો : નવાપરા પાટિયા નજીક બની હિટ એન્ડ રનની ઘટના

કારનો ડ્રાઈવર કોણ

પર્વ મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે જેનો રિપોર્ટ આજ-કાલમાં આવશે. નબીરા આરોપીઓને બચાવી લેવાની પોલીસની માનસિકતાનો વધુ એક પુરાવો એ પણ મળ્યો છે. એક જ પરિવારના બે સભ્યને કારની બોનેટમાં અને બે નાના બાળકોને ટાયર નીચે ફસાવી દેવા સુધીની બેફામ કાર ચલાવનાર પર્વની સાથે જ એના જેટલી જ સ્પીડ થી રેસમાં ઉતરેલી વેન્ટો કાર કોણ ચલાવતું હતું તે પણ હજુ પોલીસ સત્તાવાર જાણી શકી નથી. જોકે આ અંગે અમદાવાદ શહેરના ટ્રાફિકના જોઇન્ટ પોલીસ કમિશનર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે વેન્ટો કાર અને તેના માલિકની ઓળખ થઈ ગઈ છે પણ કાર કોણ ચલાવતું હતું તે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : BRTS હિટ એન્ડ રન કેસ: સેશન્સ કોર્ટે આરોપીના જામીન ફગાવ્યા

સમગ્ર ઘટનાનુ પૂનરાવર્તન કરવામાં આવશે

પોલીસે રૂટ પરના CCTV ચેક કરતા બંને કાર શિવરંજની પાસે અનાયસે ભેગી થઇ હોવાનું જણાવ્યું હતું પર્વ અને તેના ત્રણ મિત્રો એ પણ બાજુમાંથી પસાર થતી કારના લોકોને જાણતા ન હોવાનું જણાવ્યું હતું. જોકે તે કારચાલકની ઓળખ થઇ ચૂકી હોવાનું પોલીસ રટણ કરી રહી છે. પણ તે કારમાં કોણ બેઠું હતું તે એક મહત્વનો તપાસનો વિષય છે. તે અજાણી કાર પર પણ કરફ્યુમાં બહાર નીકળી હોવાથી તેના ચાલક વિરુદ્ધ જાહેરનામાના ભંગનો નોંધવામાં આવશે. મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે ઘટનાને લઇને શિવરંજની હિટ એન્ડ રન કેસમાં પર્વત શાહની સાથે રાખીને સમગ્ર ઘટનાનું પૂનરાવર્તન કરવામાં આવશે પૂનરાવર્તન સમયે એફ.એસ.એલ અને આરટીઓના અધિકારીઓને પણ સાથે રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details