ગુજરાત

gujarat

ETV Bharat / city

Explainers : અમદાવાદના નારાણપુરામાં બનશે રૂપિયા 584 કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષ

અમદાવાદ જિલ્લાના નારણપુરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ (Sports Complex) બનવા જઈ રહ્યું છે. નારણપુરા (Naranpura) વિસ્તાર હાલના કેન્દ્રીય ગૃહપ્રધાન (Union Home Minister) અમિત શાહ (Amit Shah) નો એક સમયનો વિધાનસભા મત વિસ્તાર હતો. આ સ્પોર્ટ્સ કોપ્લેક્ષ 584 કરોડના ખર્ચે 19.65 એકર જમીનમાં બનશે.

Sports Complex in Naranpura
Sports Complex in Naranpura

By

Published : Aug 6, 2021, 10:09 PM IST

  • અમદાવાદના નારાણપુરામાં વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષ બનશે
  • 584 કરોડના ખર્ચે બનશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ
  • 19.65 એકર જમીન પર બનશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ

અમદાવાદ: શહેરના નારણપુરા (Naranpura) વિસ્તારમાં 584 કરોડના ખર્ચે 19.65 એકર જમીનમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ (Sports Complex) બનવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નારણપુરા વિસ્તાર હાલના કેન્દ્રીય ગૃહપ્રધાન (Union Home Minister) અમિત શાહ (Amit Shah) નો એક સમયનો વિધાનસભા મત વિસ્તાર હતો. જ્યારે અમદાવાદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તે સમયે ઉપસ્થિત કેન્દ્રીય ગૃહપ્રધાને નારણપુરામાં સ્પોર્ટ્સ કોપ્લેક્ષ બનશે તેવી જાહેરાત કરી હતી.

અમદાવાદના નારાણપુરામાં બનશે આધુનિક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષ

આ પણ વાંચો:ભરૂચમાં રૂપિયા 8 કરોડના ખર્ચે યોગા કમ સ્પોર્ટ્સ સેન્ટર નિર્માણ પામશે

કેન્દ્રીય નાણા મંત્રાલયે 584 કરોડનું ફંડ આપ્યું

ભારત સરકારના નાણા મંત્રાલયે આ સ્પોર્ટ્સ કોપ્લેક્ષ (Sports Complex) માટે 584 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જો તે ઉપર વધારાનો ખર્ચ થાય તો તે ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભોગવવાનો રહેશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ (Sports Complex) માં પ્રથમ અધિકાર કેન્દ્રીય રમત મંત્રાલય (Union Sports Ministry) નો રહેશે. સ્પોર્ટ્સ કોપ્લેક્ષ (Sports Complex) માં સેન્ટર ઓફ એક્સેલન્સ પણ ચાલશે. સ્પોર્ટ્સ કોપ્લેક્ષ (Sports Complex) ને લઈને નારણપુરાના રહીશોએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં જ ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ મેડલ મેળવ્યા છે. જેને લઇને સ્થાનિક યુવાનો પણ આ સંકુલનો ઉપયોગ કરીને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધશે તેવી આશા રખાઇ રહી છે.

નારાણપુરામાં બનશે રૂપિયા 584 કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષ

આ પણ વાંચો: નાણા મંત્રાલયે અમદાવાદમાં સ્પોર્ટસ સંકુલના નિર્માણન માટે આપી મંજૂરી

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની વિશેષતાઓ

સંપૂર્ણ પ્રોજેક્ટ 6 ભાગમાં વહેંચાયેલો છે.

1. એક્વાટિક કોમ્પ્લેક્ષ: જેમાં સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે. જેનો ડાઇવિંગ પૂલ તેમજ આર્ટિસ્ટિક તથા વોટરપોલો તરીકે વપરાશ કરી શકાશે. તેમાં 1500 પ્રેક્ષકોની ગેલેરી હશે.

2. કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર: બીજી વ્યવસ્થા કોમ્યુનિટી સ્પોર્ટ સેન્ટર (Community Sports Center) ની છે. જેમાં 6 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલ ટેનિસ કોર્ટ, 6 કેરમ ટેબલ, 9 ચેસ, સ્નુકર અને બિલિયર્ડના 10 ટેબલનો સમાવેશ કરી શકાય તેવો મલ્ટીપર્પઝ હોલ બનાવવામાં આવશે. જેનો ઉપયોગ અમદાવાદના શહેરીજનો કરી શકશે.

3. સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ: સેન્ટર ફોર એક્સેલન્સ 2 હોલ બનાવવામાં આવશે. જેમાં 2 બાસ્કેટબોલ કોર્ટ, 2 વોલીબોલ કોર્ટ અને 8 બેડમિન્ટન કોર્ટનો એક જ સમયે વપરાશ થઈ શકશે. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા પણ યોજી શકાશે. સેન્ટરના મલ્ટી સ્પોર્ટ હોલમાં 4 ટેકવાંડો કોર્ટ, 4 કબડ્ડી કોર્ટ અથવા 4 રેસલિંગ અથવા 12 ટેબલ ટેનિસ મેચ એક જ સમયે યોજી શકાશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ખેલાડીઓ માટે 1 લોંન્જ સાથેનું એક સ્પોર્ટ સાયન્સ અને ફિટનેસ સેન્ટર, ચેન્જ રૂમ, લોકર્સ, ઈક્વિપમેન્ટ સ્ટોર, મેડિકલ સર્વિસ સ્ટેશન, ઓડિયો-વીડિયો ફેસિલિટી સાથે ટ્રેનિંગ રૂમ, તેમજ વહીવટી ઓફિસ બનશે. વધુમાં આ સેન્ટરમાં કોચ માટે 08 ડબલ રૂમ, ખેલાડીઓ માટેના 89 ટ્રિપલ બેડરૂમ, 150 કોર્પોરેટ માટેના ડાઇનિંગ હોલનો સમાવેશ થાય છે

4. ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ એરેના: જેમાં એક વિશાળ હોલમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ યોજી શકાશે. જેમાં કુલ 16 બેડમિન્ટન કોર્ટ, 4 બાસ્કેટબોલ કોર્ટ અને 4 વોલીબોલ કોર્ટ તેમજ 4 જિમનાસ્ટિક મેટ હશે. જેની અંદર બેસી એક સાથે 5,200 પ્રેક્ષકો મેચ નિહાળી શકશે. આ ઉપરાંત વોર્મ-અપ એરિયા, ખેલાડીઓ, જજીસ, કોચ, રેફરી અને VIP માટે લોંન્જ એરિયા, સેન્ટ્રલ એડમીન ઓફિસ, સ્પોર્ટ્સ ફેડરેશન માટેનો રૂમ, ડોપિંગ એરિયા, મેડિકલ સર્વિસ સ્ટેશન, મીડિયા રૂમ, કોલ રૂમ, ઉપરાંત મીડિયા અને ટેકનિકલ ઓપરેશન સુવિધા માટે રૂમની વ્યવસ્થાઓ કરાઈ છે.

5. ફિટ ઇન્ડિયા ઝોન: જેમાં સિનિયર સિટીઝન માટે સીટીંગ એરિયા, સ્કેટિંગ રિંગ, કબડ્ડી, ખો-ખો ગ્રાઉન્ડ, ચિલ્ડ્રન ઝોન અને જોગીંગ ટ્રેકનો સમાવેશ થાય છે.

6. આઉટ ડોર સ્પોર્ટ્સ: જેમાં 6 ટેનિસ કોર્ટ, 1 બાસ્કેટબોલ કોર્ટ, 1 વોલીબોલ કોર્ટનો સમાવેશ થાય છે. સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં 800 ટુ-વ્હીલર તેમજ 850 કાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સ્પોર્ટ્સ નગરી બનતા ભવિષ્યમાં નેશનલ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન અહીં થાય તો નવાઇ નહીં.

અમદાવાદના નારાણપુરામાં બનશે રૂપિયા 584 કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્ષ

ABOUT THE AUTHOR

...view details