અમદાવાદ હોસ્પિટલમાં યોજાઈ મોકડ્રીલ
પોલીસ અને ફાયર દ્વારા મોક ડ્રીલ યોજાઈ
અમદાવાદ: રાજ્યની હોસ્પિટલમાં આગના બનાવો બનતા તંત્ર સજજ થયું છે, ત્યારે અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા અલગ અલગ હોસ્પિટલમાં આગ લાગવાના મામલે કેવી રીતે બચાવ થઈ શકે તે મામલે મોક ડ્રીલ યોજાઈ હતી.
શા માટે હોસ્પિટલમાં યોજાઈ મોક ડ્રીલ?
અમદાવાદની ઘણી બધી હોસપિટલમા આગ લાગવા મામલે કેવી રીતે બચાવ થાય તે મામલે મોક ડ્રીલ યોજવામાં આવી હતી. તાજેતરમાં જે રાજકોટની હોસ્પટલમાં આગનો બનાવ બન્યો હતો તેના સંદર્ભમાં આગથી કેવી રીતે બચાવ થઈ શકે તે શીખવવા માટે મોક ડ્રીલ યોજવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત રીતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં પોલીસ સ્ટેશન દ્વારા ફાયર વિભાગ સાથે હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ - મોકડ્રીલ
રાજ્યની હોસ્પિટલમાં આગના બનાવો બનતા તંત્ર સજજ થયું છે, ત્યારે અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા અલગ અલગ હોસ્પિટલમાં આગ લાગવાના મામલે કેવી રીતે બચાવ થઈ શકે તે મામલે મોક ડ્રીલ યોજાઈ હતી.
હાલ હોસ્પિટલમાં કોરોનાના અનેક દર્દીઓ દાખલ છે, ત્યારે આગ લાગવાના પણ કેટલાક બનાવ સામે આવ્યા છે. ત્યારે આગમાં દર્દીઓને જીવ ન ગુમાવવા પડે તથા દર્દીઓનો બચાવ થઈ શકે તે માટે મોક ડ્રીલમાં દર્દીઓનું રેસક્યું પણ કેવી રીતે થાય તે પણ બતાવવામાં આવ્યું હતું. આગ લાગે ત્યારે કેવી રીતે આગ પર કાબૂ મેળવી શકાય તે પણ શીખવાડવામાં આવ્યું હતું.
મોક ડ્રિલની મદદથી આગ લાગે ત્યારે કેવી રીતે બચાવ થઈ શકે તથા કેવી રીતે રેસ્ક્યુ થઈ શકે તે અંગે જણાવવામાં આવ્યું હતું. અમદાવાદની સિવિલ ખાતેની 1200 બેડની કોવિડ હોસ્પિટલ સહિત શહેરની અનેક મોટી નાની હોસ્પિટલમાં મોક ડ્રીલ યોજવામાં આવી હતી.