ગુજરાત

gujarat

ETV Bharat / city

ધંધુકાની RMS હોસ્પિટલમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મેડિકલ સાધન સહાય અંતર્ગત યોજાઈ બેઠક - dhandhuka news

ધંધુકાની RMS હોસ્પિટલમાં 4 એપ્રિલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં પૂર્વ ધારાસભ્ય ભરતભાઇ પંડ્યા, વર્તમાન ધારાસભ્ય રાજેશ ભાઈ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી મહેશ બાબુ, પ્રાંત અધિકારી, ટી.એચ.ઓ ડોક્ટર દિનેશ ભાઈ, ડોક્ટર ઉદિત ભાઈ, RMS હોસ્પિટલના ટ્રસ્ટી ગણ તેમજ ડોક્ટરો સાથે બેઠક યોજવામાં આવી.

કોવિડ કેર અંતર્ગત મેડિકલ સાધન સહાય પૂર્તતા કરવી
કોવિડ કેર અંતર્ગત મેડિકલ સાધન સહાય પૂર્તતા કરવી

By

Published : May 4, 2021, 10:32 AM IST

Updated : May 4, 2021, 12:07 PM IST

  • કોવિડ કેર અંતર્ગત મેડિકલ સાધન સહાય પૂર્તતા કરવી
  • રેમડેસીવીર ઇન્જેક્શન માટે પ્રાંત અધિકારીને સોપવામાં આવી જવાબદારી
  • રાજ્ય સરકાર અને સંસ્થાઓના સહિયારા પ્રયત્નોથી જ કોરોનાને માત આપી શકાશે

અમદાવાદ: RMS હોસ્પિટલમાં વધુ 25 બેડની સુવિધા ઉપલબ્ધ થશે. આમ આજે ધંધુકાની ખાનગી RMS હોસ્પિટલના ચેરમેન ઓધવજીભાઈ મોણપરા, અમેરિકા સ્થિત એવા વલ્લભભાઈ ટ્રસ્ટી, રમેશભાઈ ચૌહાણ શહેર ભાજપ પ્રમુખ, કાળુભાઈ ભાજપ અગ્રણી, અમિત રાણપુરા પાલિકાના કોર્પોરેટર તથા રાજુભાઈ કોન્ટ્રાક્ટર અને ચંદ્રસિંહ ચુડાસમા સૌ કોઈ બેઠકમાં હાજર રહ્યા હતા.

રાજ્ય સરકાર અને સંસ્થાઓના સહિયારા પ્રયત્નોથી જ કોરોનાને માત આપી શકાશે

આ પણ વાંચો: ચીખલી, ગણદેવીની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડેસિવીર ઇન્જેક્શનની અછત, પ્રાંત અધિકારીને આપ્યુ આવેદનપત્ર

રેમડેસીવીર ઇન્જેક્શન પ્રાંત અધિકારીને ફાળવવામાં આવશે

બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, કોઈપણ દર્દી પૈસાના ભોગે કે મેડિકલ સાધન-સહાયની અપૂરતતા એ જીવ ગુમાવે તેવું ન બને તે માટે રાજ્ય સરકારે એક વ્યૂહરચના ઘડી કાઢી છે. હવે જિલ્લા કક્ષાએ રેમડેસીવીર ઇન્જેક્શન માટે જવાની જરૂર નહીં પડે. હવેથી પ્રાંત અધિકારીને જરૂરિયાતની માત્રામાં રેમડેસીવીર ઇન્જેક્શન ફાળવવામાં આવશે તેમજ તાલુકા કક્ષાએ સરળતાથી પ્રાપ્ત થઇ શકશે.

આ પણ વાંચો: ભુજના પ્રાંત અધિકારીએ જનરલ હોસ્પિટલની લીધી મુલાકાત

ડોક્ટરો પણ ખંતથી સેવાકીય પ્રવૃતિને પ્રાધાન્યને આપી રહ્યા છે

આમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, આવા કોરોનાના કપરા સમયમાં સૌ કોઈએ આગળ આવવું પડશે. કોઇપણ જાતનો ભેદ-ભાવ ભૂલી ખભે ખભા મિલાવી કોરોના જેવા રોગને માત આપવા માટે રાજ્ય સરકારની સાથે રેડ ક્રોસ સોસાયટી પણ યોગદાન આપી રહી છે. જ્યારે RMS હોસ્પિટલના ડોક્ટરો પણ ખંતથી સેવાકીય પ્રવૃતિને પ્રાધાન્યને આપી રહ્યા છે. જે ખરેખર સરાહનીય છે.

Last Updated : May 4, 2021, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details