ગાંધીનગરઃ ભારત એક એવો દેશ છે, જ્યાં બારેમાસ કોઈને કોઈ ખૂણે ચૂંટણીઓ યોજાતી રહે છે. કોરોના કાળમાં પણ રાજ્યસભાની ચૂંટણીઓને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને મોટા પક્ષો રાજકારણ રમી રહ્યા હતા. હવે બન્ને પક્ષોની નજર ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર આવનારી પેટા ચૂંટણીઓ પર મંડરાઈ છે. આજના સમયે સૌથી વધુ ચૂંટણી પ્રચાર સોશિયલ મીડિયા દ્વારા થાય છે. દરેક મોટો પક્ષ અઢળક નાણાં તેના IT સેલ પાછળ ખર્ચ કરતો હોય છે, ત્યારે ચૂંટણીઓને લઈને બન્ને પક્ષોના IT સેલ પણ એક્ટિવ બન્યા છે. જે અંતર્ગત ગુરુવારે કમલમ ખાતે ભાજપ IT સેલની આગામી ચૂંટણીઓની રણનીતિને લઈને બેઠક મળી હતી.
આવનારી પેટા ચૂંટણીઓને લઈને ભાજપ IT સેલની કમલમ ખાતે બેઠક યોજવામાં આવી - ગાંધીનગરના તાજા સમાચાર
ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકો માટે ભાજપ IT સેલની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક કમલમ ખાતે યોજવામાં આવી હતી. જેમાં આગામી ચૂંટણીઓની રણનીતિ ઘડવામાં આવી હતી.

આવનારી પેટા ચૂંટણીઓને લઈને ભાજપ IT સેલની કમલમ ખાતે બેઠક યોજવામાં આવી
આવનારી પેટા ચૂંટણીઓને લઈને ભાજપ IT સેલની કમલમ ખાતે બેઠક યોજવામાં આવી
ભાજપ IT સેલ આમ તો સોસીયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે, પરંતુ અત્યારે ભાજપના મોટા નેતાઓ વિરુદ્ધ સ્લોગન સાથે હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના IT સેલે આ વખતે ભાજપને કપરો પડકાર આપ્યો છે. જેથી આગામી ચૂંટણીઓને લઈને ભાજપ IT સેલ નવી રણનીતિ અને વધુ હાઈટેક પ્રચાર સાથે આવશે તે નક્કી છે. કારણ કે, 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને પાતળી બહુમતી મળી હતી. જેથી વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધે તેવી આશા ભાજપના નેતાઓ વ્યકત કરી રહ્યા છે.