- સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભમાં બેઠક
- પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
- જનક બગદાણાને સુરતની પેટાચૂંટણીની જવાબદારી
- ગોરધન ઝડફિયાને જૂનાગઢની પેટાચૂંટણીની જવાબદારી સોંપાઈ
અમદાવાદઃ સામાન્ય રીતે દરેક જિલ્લા માટે બે ભાજપ અગ્રણીઓ છે જ પરંતુ આ ઉપરાંત હોદ્દેદારો પણ નિમાયા છે. ઉષા પટેલને વલસાડ, પંકજ ચૌધરીને વડોદરા, મહેન્દ્ર પટેલને સાબરકાંઠા, કૌશલ્યાકુંવરબા પરમારને અરવલ્લી, નંદાજી ઠાકોરને પાટણ, ભરત બોધરાને રાજકોટ અને પોરબંદર, જયંતિ કવાડિયાને મોરબી, મહેન્દ્ર સરવૈયાને ભાવનગર, વર્ષા દોશીને સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. જયારે જનક બગદાણાને સુરત શહેર અને ગોરધન ઝડફિયાને જૂનાગઢની પેટાચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપ સંગઠનના નેતાઓને સોંપાયેલી જવાબદારી
મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને અમદાવાદ અને રજની પટેલને બનાસકાંઠા જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. જો સંગઠન મંત્રીઓની વાત કરીએ તો શીતલ સોનીને નવસારી, કૈલાશ પરમારને મહીસાગર અને દાહોદ, જ્હાનવી વ્યાસને ખેડા, નૌકા પ્રજાપતિને ગાંધીનગર, જયશ્રી દેસાઈને પાટણ, બીના આચાર્યને પાટણ, ઝવેરી ઠકરારને સોમનાથ અને દેવભૂમિ દ્વારકા, મહેશ કસવાલા અને રઘુભાઈ હૂંબલને અમરેલી, જયારે બોટાદની જવાબદારી રઘુ હૂંબલને સોંપવામાં આવી છે.
પ્રદેશ ભાજપના ઉપપ્રમુખોને સોંપાયેલા જિલ્લા કયા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં
આ બેઠકમાં ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ, સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ઈન્ચાર્જ આઈ. કે. જાડેજા, પ્રદેશ મંત્રી તેમજ સ્થાનિક સ્વરાજ ચૂંટણીના સહ-ઈન્ચાર્જ મહેશ કસવાલા સહિતના પ્રદેશ હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા.