ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 2 ઓગસ્ટે પૂર્વ ધારાસભ્યો અને હારેલા ધારાસભ્યોની બેઠક યોજાશે - ભાજપ બેઠક

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે અધ્યક્ષ પદ સંભાળ્યાં બાદ બે વખત આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતની તમામ 182 બેઠકો પર ભાજપ જીતશે તેવો દાવો કર્યો છે.

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 2 ઓગસ્ટે પૂર્વ ધારાસભ્યો અને હારેલા ધારાસભ્યોની બેઠક યોજાશે
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 2 ઓગસ્ટે પૂર્વ ધારાસભ્યો અને હારેલા ધારાસભ્યોની બેઠક યોજાશે

By

Published : Aug 31, 2020, 7:49 PM IST

અમદાવાદઃ નજીકના ભવિષ્યમાં જ વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી આવી રહી છે. ત્યારે સી.આર.પાટીલ અત્યારથી જ 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપનાં વિજયને લઇને કોઇપણ જાતની કચાશ છોડવા માગતાં નથી. આજ મુદ્દાને લઈને તેમને 2 ઓગસ્ટના રોજ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 2002 અને 2007 ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં જીતેલા ધારાસભ્યો તેમજ 2012 અને 2017 વિધાનસભાની ચૂંટણીઓ હારેલા ઉમેદવારોની મીટિંગ બોલાવી છે.

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 2 ઓગસ્ટે પૂર્વ ધારાસભ્યો અને હારેલા ધારાસભ્યોની બેઠક યોજાશે
આ મિટિંગ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા હાજરી આપશે. આ બેઠકમાં ભાજપની જે તે વિધાનસભાની બેઠક પર થયેલી હારને લઈને મંથન કરવામાં આવશે.
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 2 ઓગસ્ટે પૂર્વ ધારાસભ્યો અને હારેલા ધારાસભ્યોની બેઠક યોજાશે
આ હારેલી બેઠકો પર વિજય કેવી રીતે મેળવી શકાય તેને લઈને એક વિસ્તૃત પ્લાન બનાવવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે.

ABOUT THE AUTHOR

...view details