- પ્રિમોન્સુન કામગીરીને લઇને મેયરની હાજરીમાં મળી સામાન્ય બેઠક
- તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવા હોદ્દેદારોને આપ્યા આદેશ
- પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ હોવાની મેયરે આપી માહિતી
અમદાવાદ: ગુજરાતમાં 20 જૂનથી રાજ્યમાં આવનારા વરસાદને પગલે મેયરે બેઠક બોલાવી હતી. આ બાદ, મીડિયા સાથે વાતચીત કરતા મેયર કિરીટ સોલંકી જણાવ્યું હતું કે, હાલ પ્રિ-મોન્સૂન કામગીરીમાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં બીજા તબક્કાની પણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત, જે વિસ્તારોમાં પાણી ભરાવવાની વધુ સમસ્યા આવે છે તેવા 17 એરીયા આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. ગત વર્ષે આવા કુલ 40 જેટલા સ્થળો હતા. જ્યાં, વધુ પ્રમાણમાં પાણી ભરાતું હતું. પરંતુ, આ વર્ષે માત્ર 17 જગ્યાએ વધુ પાણી ભરાવવાની સમસ્યા છે. ટૂંક સમયમાં આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવશે.
આ પણ વાંચો:પ્રિમોન્સૂન કામગીરી: અમદાવાદમાં 15થી 20 હજાર વૃક્ષો ટ્રિમ કરવામાં આવશે