ગુજરાત

gujarat

ETV Bharat / city

એક જ દિવસે મત ગણતરી કરવાનો મામલો: હાઇકોર્ટે ચુકાદો રાખ્યો અનામત - હાઈકોર્ટ ન્યૂઝ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે રાખવા કરાયેલી પિટિશન મામલે હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. ઇલેક્શન કમિશને અલગ- અલગ દિવસે રાખવામાં આવતી મતગણતરીના કારણો જણાવતા કહ્યું કે, એક જ દિવસે મતગણતરી રાખવાથી સ્ટાફની વધુ જરૂર પડે છે. તેમજ ઉપરી અધિકારીએ દરેક સ્થળે પહોચવાનું હોવાથી તેઓ પહોંચી શકતા નથી.

હાઇકોર્ટે ચુકાદો રાખ્યો અનામત
હાઇકોર્ટે ચુકાદો રાખ્યો અનામત

By

Published : Feb 16, 2021, 9:54 AM IST

  • વધુ સ્ટાફની જરૂર પડતી હોવાથી અલગ-અલગ દિવસે મતગતરી
  • ચૂંટણી પંચ 2005થી અલગ-અલગ મતગણતરી રાખે છે
  • હાઇકોર્ટે ચુકાદો રાખ્યો અનામત

અમદાવાદ: અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ચૂંટણી પંચ પાસે સત્તા છે કે તેઓ એક જ દિવસમાં મતગણતરી કરાવી શકે છે. ત્યારે કાઉન્ટીંગ અલગ-અલગ રાખવાથી નુકસાન થાય છે એવા કોઈ પુરાવા અરજદારે આપ્યા નથી.

ઇલેક્શન કમિશને કોર્ટમાં કરી રજૂઆત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો એક જ દિવસે રાખવા મામલે થયેલી પિટિશનની સુનાવણી વખતે ઇલેક્શન કમિશને કોર્ટમાં જણાવ્યું હતું કે, વર્ષ 2005થી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું કાઉન્ટીંગ અલગ-અલગ જ રાખવામાં આવે છે. જો કે અગાઉ 303થી વધુ પાનાનું સોંગદનામું રજૂ કર્યું હતું. જેમાં અરજદારની પિટિશન ટકવા પાત્ર ન હોવાનું ઇલેક્શન કમિશને કોર્ટમાં રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details