ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: પારિવારિક કંકાસના કારણે આધેડે વૃક્ષ પર લટકી ગળે ફાંસો ખાધો - અમદાવાદમાં આત્મહત્યા

ત્રાગડમાં 48 વર્ષીય આધેડે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેથી પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પારિવારિક ઝધડાના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

પારિવારિક કંકાસના કારણે આધેડે વૃક્ષ પર લટકી ગળે ફાંસો ખાધો
પારિવારિક કંકાસના કારણે આધેડે વૃક્ષ પર લટકી ગળે ફાંસો ખાધો

By

Published : Oct 19, 2020, 10:22 PM IST

  • ચાંદખેડામાં વૃક્ષ પર લટકતો મૃતદેહ મળ્યો
  • મૃતકે પારિવારિક કારણોથી કરી આત્મહત્યા
  • વૃક્ષ પર ફાંસી લગાવી કરી આત્મહત્યા

અમદાવાદ: શહેરના ચાંદખેડામાં આવેલા ત્રાગડમાં 48 વર્ષીય આધેડે વૃક્ષ પર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોળી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તબક્કે પારિવારિક ઝઘડાના કારણ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

મૃતકનું લાયસન્સ

મૃતક AMTSમાં ડ્રાઈવિંગની કરતો હતો નોકરી

વહેલી સવારે લોકોએ વૃક્ષ પર લટકતો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી અને પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ સતીશ શેટ્ટી સામે આવ્યું અને મૃતક AMTS બસમાં ડ્રાઇવિંગની નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે.

મૃતક પાસેથી મળી સ્યૂસાઈડ નોટ

સ્યુસાઈડ નોટમાં મૃતકે આર્થિક સંકળામણ તેમજ પિતાની પેરાલીસીસની બીમારી, પત્નીનું ઘર છોડીને જતા રહેવું તેમજ પારિવારિક ઝઘડામાં બહેન સાથે અબોલા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગત 5 વર્ષથી ભાણકીને ગરબામાં ન લઇ શકતા હોવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સમગ્ર મામલે સાબરમતી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટને FSLમાં મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details