- સોશિયલ મીડિયાના ઉપયોગ થકી લોકોને લૂંટતી ભેજાબાજ બંટી- બબલીની જોડી ઝડપાઈ
- અમદાવાદના એક યુવક પાસેથી 7 લાખ રૂપિયા પડાવ્યા
- ફેસબુક પર ફેક ID બનાવી લોકો પાસેથી પૈસા પડાવતી હતી
અમદાવાદ: શહેરના એક યુવક પાસેથી છોકરીઓ સાથે સેટિંગ, મીટિંગ અને શારીરિક સંબંધ બાંધવાની લાલાચ આપી 7 લાખ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી હતી. જે બાદ યુવકે ફરિયાદ નોંધાવતા અમદાવાદ સાયબર ક્રાઈમ (Ahmedabad Cyber Crime) ની ટીમે બંટી-બબલીની ધરપકડ કરી છે. જોકે મળતી માહિતી મુજબ બંટી-બબલીની આ જોડી ફેસબુક પર ફેક ID બનાવી લોકો પાસેથી પૈસા પડાવતી હતી. જેમાં અમદાવાદનો એક યુવક ફસાયો હતો.
સોશિયલ મીડિયા થકી છેતરપિંડી કરનારી બંટી-બબલીની જોડી ઝડપાઇ આ પણ વાંચો: સાયબર ક્રાઈમ મુક્ત શહેર બનાવવાની સુરત પોલીસની પહેલ, સાયબર સંજીવની અભિયાનનો પ્રારંભ
બે ફેક મહિલાઓના નામ યુઝ કરી યુવક પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું
બંટી-બબલીની જોડીએ ફેસબુક પર પ્રિયંકા પટેલ નામથી છોકરીનું ફેક એકાઉન્ટ બનાવ્યું અને યુવક સાથે મિત્રતા કેળવી હતી. જે બાદ યુવતી એસ્કોટ કંપની ચલાવતી હોવાનું યુવકને જણાવ્યું હતું અને છોકરીઓ સાથે સેટીંગ, મિટિંગ અને શારીરિક સંબંધ બાંધી પૈસા કમાવવાની ઓફર કરી હતી. યુવતીની વાતમાં ભોળવાઈ જતા યુવક આ કામ માટે તૈયાર થઈ ગયો હતો. જે બાદ યુવક પાસે પ્રોસેસિંગ ફીના નામે પહેલા તો 500 રૂપિયા પડાવ્યા હતા. છોકરી સાથે મિટિંગ અને સંબંધ બનાવવા માટે હોટલના ભાડું પણ ભરાવ્યું હતું. આ બંટી-બબલીની જોડીએ બે ફેક મહિલાઓના નામ યુઝ કરી યુવક પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. તેઓ અલગ અલગ નંબર દ્વારા ફોન કરી વાતચીત કરી યુવક પાસેથી 7 લાખ 10 હજાર રૂપિયા પડાવ્યા હતા. જોકે યુવકને જ્યારે આ વાતની જાણ થઈ કે તે છોકરી સાથે સંબંધ બાંધવાની લાલચમાં છેતરાયો છે. ત્યારે તેણે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં સાયબર ક્રાઇમનો દર વધ્યું, 1 મહિનામાં 900 અરજીઓ આવી
બન્ને આરોપી સોશિયલ મીડિયા થકી અલગ અલગ ID બનાવી લોકોને લૂંટી ચૂક્યા છે
ફરિયાદના આધારે અમદાવાદ સાયબર ક્રાઈમ (Ahmedabad Cyber Crime) દ્વારા આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરાઈ હતી. જોકે ગણતરીના સમયમાં જ પોલીસે આ બંટી-બબલીની ધરપકડ કરી લીધી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ (Ahmedabad Cyber Crime)ને તેમની પાસેથી 3 ફોન તેમજ અનેક કંપનીઓના ક્રેડિટ કાર્ડ તેમજ ડેબિટ કાર્ડ, ચેક બૂક, આધાર કાર્ડ સહિતની વસ્તુઓ જપ્ત કરી છે. બન્ને આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે તેઓ ઘણા સમયથી સોશિયલ મીડિયા (Social media) થકી અલગ અલગ ID બનાવી લોકોને લૂંટી ચૂક્યા છે.