- ટુરીસ્ટ વિઝા પર ઈન્ડિયા આવી દેહવિક્ર્યનો વ્યવસાય કરતી કેન્યાની મહિલા ઝડપાઇ
- અમદાવાદમાં જ ખોટા વિઝાના સ્ટીકર અને સિક્કા મરાવી ગેરકાયદેસર રીતે રહે છે
- ઈન્ટરનેટના માધ્યમથી યુવાનોને શોધીને દેશના અલગ અલગ રાજ્યોમાં જઈને દેહવિક્રયનો વ્યવસાય કરે છે
અમદાવાદઃ વાડજની હોટલ રેડ એપલમાં રહેતી મહિલા છેલ્લા ઘણાં સમયથી ડુપ્લીકેટ વિઝાના આધારે અમદાવાદમાં રહેતી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ માહિતી મળતા પોલીસે વાડજમાં આવેલી હોટલ રેડ એપલમાં રેડ કરી કેન્યાની મહિલાના વિઝા ચેક કરતા શંકાસ્પદ લાગતા FRROમાં તપાસ કરાવતા મહિલાના વિઝા ડુપ્લિકેટ હોવાનુ સામે આવ્યું છે.
કેન્યાની યુવતી અમદાવાદમાં દેહવિક્રિયનો વ્યવસાય કરતી ઝડપાઇ આ પણ વાંચોઃમુંબઈથી દારૂ વેચવા આવેલી બે મહિલા ઝડપાઇ
ખોટા વિઝાના સ્ટીકર અને સિક્કા મરાવી ગેરકાયદેસર રહે છે
જ્યારે મહિલાની વધુ પુછપરછ કરતા સામે આવ્યું છે કે, રોઝ કમાન્ડો નામની આ મહિલા અમદાવાદમાં જ ખોટા વિઝાના સ્ટીકર અને સિક્કા મરાવી ગેરકાયદેસર રીતે રહે છે અને ઈન્ટરનેટના માધ્યમથી યુવાનોને શોધીને દેશના અલગ-અલગ રાજ્યોમાં જઈને દેહવિક્રિયનો વ્યવસાય કરે છે.
આ પણ વાંચોઃઅમદાવાદ : નકલી વિઝાના આધારે અમેરિકા જતું દંપતી અને એજન્ટ ઝડપાયા
મહિલા છેલ્લાં 5 વર્ષથી ભારતમાં ડુપ્લીકેટ વિઝાના આધારે રહેતી
ક્રાઈમ બ્રાન્ચે આરોપી મહિલાને નકલી વિઝા કોના પાસે બનાવ્યા અને તે છેલ્લાં 5 વર્ષથી કોના-કોના સંપર્કમાં હતી, તે દિશામાં પુછપરછ હાથ ધરી છે. મહત્વનુ છે કે. આ મહિલા છેલ્લાં 5 વર્ષથી ભારતમાં ડુપ્લીકેટ વિઝાના આધારે રહેતી હતી. ત્યારે ભારતના અનેક રાજ્યોમાં ટ્રાવેલ કરતી હોવા છતાં પોલીસથી કઈ રીતે બચી જતી હતી. તે તમામ દિશામાં તપાસ હાથ ધરાઈ છે.