ગુજરાત

gujarat

ETV Bharat / city

ઘરમાં કામ કરવા આવતી ઘરઘાટી જ કરતી હતી ચોરી, ઘટના CCTV માં કેદ

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતા એક CAના ઘરમાં છેલ્લા સાતેક માસથી ધીરે ધીરે અમુક વસ્તુઓ ગાયબ થતી હતી. પરિવારજનો પણ ઘરમાં હાજર હોય તો પણ વસ્તુઓ ગાયબ કેમની થાય તે વિચારમાં પડયા હતા. બાદમાં પરિવારજનોને ઘરઘાટી મહિલા પર વહેમ પડ્યો હતો. જેથી ઘરમાં તેને ખ્યાલ ન આવે તેમ CCTV લગાવી દીધા હતા અને આખરે સાતેક માસ બાદ આ મહિલા ચોરી કરતા રંગેહાથ ઝડપાઇ ગઇ હતી.

housemaid-stealing-money
ઘટના સીસીટીવીમાં કેદ

By

Published : Jul 3, 2020, 12:34 PM IST

અમદાવાદઃ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા રત્નાકર એલિટીયર ફ્લેટમાં રહેતા જીગરભાઈ શાહ અને તેમની પત્ની એક જ ઓફિસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. પરિવારમાં બે સંતાન, પત્ની, માતા પિતા અને ફોઇ રહે છે. તેમનો ભાઈ અને ભાભી તેરમા માળે પેન્ટ હાઉસમાં રહે છે.

ઘટના સીસીટીવીમાં કેદ

છેલ્લા ઘણા સમયથી બન્ને ઘરમાં કામ કરવા માટે ઘરઘાટી તરીકે આશાબહેન ચૌહાણ નામની મહિલાને નોકરીએ રાખી હતી. આ મહિલાને નોકરીએ રાખી ત્યારથી જ ઘરમાંથી અમુક અમુક વસ્તુઓ ગાયબ થતી રહેતી હતી. પરિવારજનો પણ ચિંતામાં રહેતા હતા કે ઘરના સભ્યો ઘરમાં જ હોય છે તેમ છતાં એક એક વસ્તુઓ કેમ ગાયબ થાય છે.

જીગરભાઈએ કિંમતી વસ્તુઓ હોય ત્યાં CCTV લગાવી દીધા હતા. એક તરફ તો પરિવારજનોને ઘરઘાટી મહિલા આશા બહેન પર જ શંકા હતી. બાદમાં ગુરુવારે આશાબહેન જીગરભાઈના પેન્ટ હાઉસમાં કચરાપોતું કરવા ગયા ત્યારે જીગરભાઈ તેમના ઘરમાં બેસીને CCTV જોતા હતા. ત્યારે જ આશાબહેને કબાટ ખોલીને તેમાંથી રોકડા ચોરી કરતા હતા અને પરિવારજનોએ તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જીગરભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે આશા બહેનને પકડી તેમની સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details