- અમદાવાદમાં નકલી ડૉક્ટરની ટોળકી ઝડપાઈ
- મહિલા નર્સ આવી પોલીસના ચૂંગાલમાં
- નકલી ડૉક્ટરની ટોળકીમાં હતી સંડોવણી
- મહિલા નર્સ કોવિડ હોસ્પિટલમાં કરે છે નોકરી
અમદાવાદ : અમરાઇવાડીમાં કોવિડના દર્દીને ઘરે સારવાર આપવાના નામે પૈસા ખંખેરનારી મહિલા નર્સની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે ઇસનપુરમાં રહેતી રિના કચ્છી, નરેન્દ્ર પંડ્યા અને સોહેલ શેખ નકલી ડૉક્ટર બનીને રૂપિયા 1.50 લાખની છેતરપીંડી કરી હતી. અમરાઈવાડીમાં રહેતા વિશાલભાઈને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી પાડોશીની મદદથી તેમને ઘરે સારવાર માટે આ ઠગ નકલી ડૉક્ટરની ટોળકીનો સંપર્ક કર્યો હતો. 15 દિવસ સુધી કોવિડના ઈલાજ કરવાના બહાને રૂપિયા 1.50 લાખ પડાવ્યા હતા, પરંતુ તબિયતમાં કોઈ સુધારો નહિ આવતા વિશાલભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. નકલી ડૉક્ટરના કારણે વિશાલભાઈને કોવિડની સારવાર નહિ મળતા તેમનો જીવ ગયો હતો. જેથી પોલીસે આ ત્રણેય ઠગ ત્રિપુટીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : કોરોના વાઈરસ અને લોકડાઉન વચ્ચે અંકલેશ્વરમાંથી બે નકલી ડૉક્ટર ઝડપાયા
નકલી ડૉક્ટરની લાલચે એક નિર્દોષનો લીધો જીવ