ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદના રેલવે ડિવિઝન અસારવા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો - ધ્વજ વંદન

15 ઓગસ્ટ 1947માં દેશ આઝાદ થયો ત્યારથી સરકારી કચેરીઓમાં બારે મહિના રાષ્ટ્રધ્વજ ફરકતો જોઈ શકાય છે. પરંતુ 15 ઓગસ્ટના દિવસે વિશેષ રીતે આઝાદી પર્વ ઉજવવામાં આવે છે.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Aug 15, 2020, 7:23 PM IST

અમદાવાદ: 15 ઓગસ્ટ 1947માં દેશ આઝાદ થયો ત્યારથી સરકારી કચેરીઓમાં બારે મહિના રાષ્ટ્રધ્વજ ફરકતો જોઈ શકાય છે. પરંતુ 15 ઓગસ્ટના દિવસે વિશેષ રીતે આઝાદી પર્વ ઉજવવામાં આવે છે.

અમદાવાદના રેલવે ડિવિઝન અસારવા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં અસારવા વિભાગીય કચેરી ખાતે 74મા આઝાદી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગીય રેલવે મેનેજર દિપક કુમાર ઝાએ ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે રેલવે સંરક્ષણ દળ અને સ્કાઉટ એન્ડ ગાઈડ પરેડની સલામી લીધી હતી. દિપક કુમાર ઝાએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલાનો સંદેશ રેલવે કર્મચારીઓને આપ્યો હતો.

અમદાવાદના રેલવે ડિવિઝન અસારવા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
ભારતીય રેલવે આમ પણ ભારતની આઝાદી અને તેની ક્રાંતિની સાક્ષી રહી છે. અંગ્રેજો દ્વારા જે રેલવે ભારતને મળી હતી, તે વિકસીને આજે ખૂબ મોટું ક્ષેત્ર બની ચૂકી છે.

ABOUT THE AUTHOR

...view details