ગુજરાત

gujarat

ETV Bharat / city

જમાલપુરમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થતા અચાનક દોડધામ - Ahmedabad News

અમદાવાદમાં તૌકતે વાવાઝોડાએ કાળો કહેર વર્તાવ્યો છે. કોરોના અને મ્યુકોર માઇકોસીસની સાથે વાવાઝોડાથી લોકો હેરાન પરેશાન થયા છે, ત્યારે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી પાંચ માળની ઇમારત ધરાશાયી થતા દોડધામ મચી ગઇ હતી.

tauktae cyclone
tauktae cyclone

By

Published : May 19, 2021, 11:05 PM IST

  • જમાલપુરના કાજીના ધાબા પાસે આવેલી હોકાબાઝ નામની 5 માળની ઈમારત ધરાશાયી
  • બિલ્ડીગ ધરાશાયી થતા આસપાના લોકોમાં ભારે ફફડાટ
  • મંગળવારે વાવાઝોડાના કારણે આ ઈમારત બની હતી ભયજનક

અમદાવાદ : તૌકતે વાવાઝોડાએ સમગ્ર ગુજરાતમાં તબાહી મચાવી છે. અમદાવાદમાં પણ તૌકતે વાવાઝોડાના તાંડવે ધૂમ મચાવી હતી. અમદાવાદમાં પણ અનેક જગ્યાએ વૃક્ષઓ ધરાશાયી થયા હતા. મકાનો અને સ્કૂલોની છત પત્તાના મહેલની જેમ ઉડી ગઇ હતી, ત્યારે હવે શહેરના જમાલપુર વિસ્તારમાં કાજીના ધાબા પાસે આવેલી હોકાબાઝ નામની 5 માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. બિલ્ડીગ ધરાશાયી થતા જ આસપાના રહેણાંક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મહત્વનું છે કે, મંગળવારે વાવાઝોડાના કારણે આ ઈમારત ભયજનક બની ગઈ હતી. આ ઇમારત ભયજનક હોવાથી પહેલાથી જ લોકોને પોત પોતાના ઘરો ખાલી કરવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી. જોકે બિલ્ડીંગ ધરાશાયી થઈ ત્યારે કોઈ ઈમારતમાં હાજર ન હતું.

જમાલપુરમાં પાંચ માળની ઇમારત ધરાશાયી થતા અચાનક દોડધામ

આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાના પગલે સાબરકાંઠામાં વીજતંત્ર ગંભીર અસર

ઇમારત ધરાશાયી થતો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ થયો વાયરલ

તૌકતે વાવાઝોડાના કહેરના કારણે અનેક લોકો હેરાન પરેશાન થયા હતા, ત્યારે જમાલપુરમાં બિલ્ડીંગ ધરાશાયી થઈ રહી છે તેવા એંધાણ સ્થાનિક લોકોને અને બિલ્ડીંગમાં રહેતા લોકોને આવી જતા તેઓએ મકાનને પહેલાથી જ ખાલી કરી દીધું હતું. જોકે ઇમારતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી છે.

બિલ્ડીગ ધરાશાયી થતા આસપાના લોકોમાં ભારે ફફડાટ

ABOUT THE AUTHOR

...view details