- આંબેડકર હોલમાં લાગી આગ
- ઘટનામાં માલ સમાન બળીને ખાક
- ફાયર વિભાગની 10 ગાડીઓ પહોંચી હતી ઘટના સ્થળે
અમદાવાદઃ શહેરના સરસપુરમાં આવેલા કોર્પોરેશનના આંબેડકર હોલમા આગ લાગી હતી. આંબેડકર હોલમાં વેલ્ડિંગ કરતાં સમયે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહિં
મહત્વનું છે કે, હોલમાં સમારકામની કામગિરિ ચાલી રહી હતી તે સમયે આગ લાગી હતી. જેના કારણે 3 લોકો અંદર ફસાયા હતા. જેમને ફાયર વિભાગ દ્વારા બચાવી લેવામાં આવ્યાં હતા. સરસપુર ખાતેના આંબેડકર હોલનું રીનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન વેલ્ડિંગના કામ સમયે જ આગ લાગી હતી. જેમાં જુનો સામાન, ખુરશીઓ સહિતની વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.