- મોડી રાત્રે લાગી હતી નરોડા સેજપુર બોધા પાસે ઇન્ક બનાવવાની ફેકટરીમાં આગ
- આગ ઉપર કાબૂ મેળવવા 31 ફાયરના વાહનો સ્થળે પહોંચ્યા
- ત્રણ ફાયર જવાન ઝખ્મી, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
અમદાવાદ: નરોડા સેજપુર બોધા પાસે ઇન્ક બનાવવાની ફેકટરીમાં મોડી રાત્રે આગ લાગી હતી. આગ ઉપર કાબૂ મેળવવા 31 ફાયરના વાહનો સ્થળે પહોંચ્યા હતા. ત્રણ ફાયર જવાન ઝખ્મી થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આગ ઉપર કાબૂમાં લેવા ફાયર રોબોટની મદદ લેવાઈ
એકાએક આગ લાગી જતા રાત્રે 3 વાગેના સમયે ફાયર વિભાગને કોલ આવ્યો હતો. જેમાં મદદ માટે ફાયર ઓફિસર સહીત ફાયર જવાનો આગ ઓલવવા નીકળી પડ્યા હતા. આગ ઉપર કાબૂ મેળવવા 31 ફાયરના વાહનો સ્થળે પહોંચ્યા હતા. કલાકોની મહેનત બાદ આગ થોડી કાબૂમાં આવી હતી. પરંતુ આ દરમિયાન એક ફાયર ઓફિસરને આંખના ભાગે અને હાથના ભાગે અને બીજા બે કર્મચારી પણ દાઝ્યા હતા. આ ઉપરાંત આગ ઓલવવા માટે મીની રોબોટની પણ મદદ લેવામાં આવી હતી.
નરોડા સેજપુર બોઘા પાસે ઇન્ક બનાવતી ફેકટરીમાં આગ લાગી આ પણ વાંચો:કશ્મીરના બારામૂલામાં ભીષણ આગ, 16 ઘર આગમાં હોમાયા