ગુજરાત

gujarat

ETV Bharat / city

વિરમગામમાં શેઠ એમ. જે. હાઇસ્કૂલ બહાર ભાજપ અને અપક્ષ વચ્ચે મારામારી - gujarat

અમદાવાદમાં વિરમગામમાં શેઠ એમ.જે.હાઈસ્કૂલમાં મતદાન યોજાયું હતું. સ્કૂલની બહાર મતદારોમાં વિશેષ બાબતે લાકડી અને પથ્થરમારો કરી અભિષેકને માથામાં વાગ્યું હતું. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Viramgam
Viramgam

By

Published : Feb 28, 2021, 10:53 PM IST

  • વોર્ડ નંબર 8ના ભાજપ અને અપક્ષ વચ્ચે સંઘર્ષ થયો
  • પોલીસે લાઠીચાર્જ કર્યો
  • એક યુવાન ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો

અમદાવાદ: વિરમગામમાં શેઠ એમ.જે.હાઈસ્કૂલમાં મતદાન સમયે બબાલ થઇ હતી. જેમાં અભિષેકને માથામાં વાગ્યું હતું. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ડૉક્ટરે જણાવ્યું કે, અભિષેકને માથામાં ઈજા પહોંચી છે.

વિરમગામમાં ભાજપ અને અપક્ષ વચ્ચે મારામારી થઈ

ભાજપ અને અપક્ષના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ

વિરમગામમાં શેઠ એમ.જે.હાઈસ્કૂલમાં વોર્ડ નંબર 8નું મતદાન થઈ રહ્યું હતું, ત્યારે ભાજપ અને અપક્ષના ઉમેદવારો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં ગાડીઓના કાચ પણ તોડવામાં આવ્યાં હતા. અભિષેક આ બબાલમાં ઈજાગ્સ્ત થયો હતો. જેથી પોલીસે લાઠીચાર્જ કરીને સમગ્ર મામલો શાંત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details