ગુજરાત

gujarat

ETV Bharat / city

પિતાએ વિખૂટી પડેલી 16 વર્ષની પુત્રીને શોધવા લોકો પાસે કરી આજીજી

મૂળ પંજાબના કુલદીપસિંહના પરિવારમાં તેમની પત્ની હયાત નથી.એક માત્ર 16 વર્ષની દીકરી ટીના કૌર તેમના જીવવાનો સહારો અને આશા છે. કુલદીપસિંહ પોલિયોની બીમારીથી પીડાય રહ્યા છે. આ ઉપરાંત તેમને જીવન જીવવા માટે પણ ઓશિયાળુ બનવું પડે છે. ત્યારે માઁ વગરની દીકરી ટીના પિતાની સારવાર થઈ જાય તે માટે એમને લઈને ગુજરાત આવી હતી. ગુજરાત આવતા અમદાવાદમાં પિતાને પુત્રીનો સાથ છૂટી ગયો હતો.

16 વર્ષની પુત્રી
16 વર્ષની પુત્રી

By

Published : Mar 16, 2021, 9:19 PM IST

  • પિતા દિવ્યાંગ હોવાથી દીકરી કાગળની ઝેરોક્ષ કરાવવા બહાર ગઈ અને પાછી નથી આવી
  • પંજાબથી વિકલાંગતાની સારવાર માટે દીકરી સાથે અમદાવાદ આવ્યા હતા
  • ગુરુદ્વારામાં રહેતા પિતા આવતા જતાં લોકોને તેમની દીકરી શોધી આપવા આજીજી કરી રહ્યા છે

અમદાવાદ:જિલ્લામાં પિતાથી વિખૂટી પડેલી પુત્રીને શોધવા માટે લોકો પાસે આજીજી કરી રહ્યા છે. જેમાં પંજાબના લૂધિયાણામાં રહેતાં પિતા અને તેમની દીકરી જેમ તેમ કરીને પોતાનું જીવન ગુજારતા હતા. પિતા દિવ્યાંગ હોવાથી તેઓ હરવા-ફરવામાં સક્ષમ ન હતા. જેથી પુત્રી તેમનો સહારો બનતી હતી. આ દરમિયાન કોઈએ તેમને કહ્યું કે, ગુજરાતમાં સારવાર મળશે અને બન્ને ગુજરાતમાં આવ્યા હતા પણ અમદાવાદમાં જ દિવ્યાંગ પિતાને પુત્રીનો સાથ છૂટી ગયો. પિતા દિવ્યાંગ હોવાથી દીકરી કાગળની ઝેરોક્ષ કરાવવા બહાર ગઈ અને પાછી ન આવતા પિતા ગુરુદ્વારામાં આવતા જતાં લોકોને તેમની દીકરી શોધી આપવા આજીજી કરી રહ્યા છે.

ગુરુદ્વારામાં રહેતા પિતા આવતા જતાં લોકોને તેમની દીકરી શોધી આપવા આજીજી કરી રહ્યા છે

આ પણ વાંચો:અરવલ્લી: ધનસુરામાં ત્રણ દિવસથી ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા ગામ શોકમય બન્યું

ટીના ઝેરોક્ષ કઢાવવા માટે બહાર ગઈ હતી

જેમ તેમ કરીને જીવન ગુજરતાં આ પિતા-પુત્રી પાસે ખર્ચના રૂપિયા પણ ઓછા હતા. જેથી તેઓ આશરો લેવા માટે અમદાવાદના મણિનગર ગુરુદ્વારામાં આવ્યા હતા. જ્યાં ટીના અને કુલદીપસિંહ બન્ને રહેવા માટે ત્યાંના હાજર વ્યક્તિએ ઓળખનું પ્રમાણપત્ર લાવવા માટે કહ્યું હતું. કુલદીપસિંહ તો વિકલાંગ હોવાથી તેઓ ઝેરોક્ષ કરાવવાં માટે જઇ શકે તેમ ન હતા. જેથી ટીના ઝેરોક્ષ કઢાવવા માટે બહાર ગઈ હતી. ધીમે-ધીમે સમય વીતતો ગયો પણ ટીનાની કોઈ ખબર મળી નહી. જેથી પિતાએ અન્ય લોકોને મદદ કરવા કહ્યું પણ ટીનાનો કોઈ પતો લાગ્યો નહીં.

આ પણ વાંચો:સુરતઃ પાંડેસરામાં છેલ્લા 13 દિવસથી એક કિશોરી ગુમ, પોલીસ શોધવામાં નિષ્ફળ રહી

પોલીસે આસપાસના CCTV ચેક કર્યા

આખરે કુલદીપસિંગ આ અંગેની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં નોધાવી છે પરંતુ હજી સુધી ટીનાની કોઈ ભાળ મળી નથી. આ બધાની વચ્ચે કોઈએ કુલદીપસિંહનો વીડિયો બનાવ્યો છે. આ અંગે મણિનગર પોલીસ સ્ટેશનના PI ગોહિલે જણાવ્યું હતું કે, અમે ટીનાના ગુમ થવા અંગે તપાસ કરી રહ્યા છીએ. હાલ આસપાસના CCTV ચેક કરી રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details