ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં કોરોના વેક્સિનેશનની ડ્રાય રન યોજાઈ - Corona Vaccine News

કોરોના મહામારીને રોકવા અને તેનાથી બચવા માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ સજ્જ થઈ ગઈ છે અને દેશભરમાં બે વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે થોડાક સમયમાં વેક્સિન આવે તેવી શક્યતાઓ છે, તેને ધ્યાનમાં રાખીને શુક્રવારે સમગ્ર દેશમાં વેક્સિન અંગે ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં કોરોના વેક્સિનેશનની ડ્રાય રન યોજાઈ
અમદાવાદમાં કોરોના વેક્સિનેશનની ડ્રાય રન યોજાઈ

By

Published : Jan 8, 2021, 8:05 PM IST

  • કોરોના વેક્સિન અંગે સમગ્ર રાજ્યમાં યોજાઈ ડ્રાય રન
  • અમદાવાદમાં તમામ વોર્ડમાં ડ્રાય રનનું કરાયું આયોજન
  • 25 હેલ્થ વર્કરો ઉપર આ ડ્રાય રનમાં પ્રયોગ કરવામાં આવ્યો

અમદાવાદઃ વેક્સિન અગે સમગ્ર દેશમાં આશાની કિરણ બંધાય છે અને તમામ લોકો વેક્સીનેશનની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, ત્યારે સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશનની ડ્રાય રન યોજાઈ હતી. અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ડ્રાય રનનું આયોજન કરાયું હતું, જેમાં 25 જેટલા હેલ્થ વર્કરો ઉપર આ ડ્રાય રનનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.

વેક્સિન અંગે કરવામાં આવેલી ટ્રાયલમાં એક હજારથી વધુ લોકોને અપાતી રસી

હોસ્પિટલમાં ભારત બાયોટેકની વેક્સિનનું ટ્રાયલ કરવામાં આવ્યું છે. જેમાં એક હજારથી પણ વધારે લોકોને વેક્સિનેસન આપી દેવામાં આવી છે, પરંતુ સારી બાબત એ છે કે આ લીધા બાદ અત્યાર સુધી એક પણ વ્યક્તિને કોઈપણ પ્રકારની આડઅસર થઇ હોય તેવું જોવા મળ્યું નથી.

સમગ્ર દેશમાં વેક્સીનેશનને ત્રણ ફેઝમાં વિતરણ કરવામાં આવશે

સરકાર દ્વારા સમગ્ર દેશમાં વેક્સીનેશનને ત્રણ ફેઝમાં વિતરણ કરવામાં આવશે. ત્યારે પહેલા પેજની અંદર પ્રાઇમરી હેલ્થ સેન્ટર સુધી પહોંચાડવામાં આવશે, ત્યારબાદ ગેલેરીની ઓળખ અને ત્યારબાદ આ અંગેની અસર અંગે પણ પૂરતું ધ્યાન રાખવામાં આવશે. કોરોનાની રસી ઝડપથી આવે તે માટે સમગ્ર વિશ્વ પ્રાર્થના કરી રહ્યું છે, ત્યારે ભારતમાં બે વેક્સિન ની મંજૂરી આપવામાં આવી છે, તો આગામી દિવસોમાં કોરોનાનું વેક્સિન તમામ લોકો સુધી પહોંચી શકે અને તેનો પ્રોપર વેથી ઉપયોગ થાય તે અંગે સમગ્ર દેશભરમાં બુધવારે ડ્રાઇ રનનું આયોજન કરાયું હતું.

અમદાવાદમાં કોરોના વેક્સિનેશનની ડ્રાય રન યોજાઈ

ABOUT THE AUTHOR

...view details