- વર્ષ 2021માં વાહનો માટે નવી સ્ક્રેપ પોલિસી જાહેર
- નવા વાહન ખરીદવા અને 10 થી 12 ટકાનો થશે ફાયદો
- નવી પોલિસી આવતા જ 10 હજાર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આવશે
આ પણ વાંચોઃબજેટમાં સ્ક્રેપ ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થયાની સીધી અસર અલંગ જહાજ ઉદ્યોગ પર થશે
અમદાવાદઃ દેશમાં 20 વર્ષથી જૂના વાહનો છે, જ્યારે 15 વર્ષથી જૂના વાહનોની સંખ્યા 34 લાખ છે. પ્રદૂષણ ઘટાડવા માટે અસરકારક એવી સ્ક્રેપ પોલિસી અમલી બનનાર છે. જેનો ડ્રાફ્ટ સંસદમાં રજૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં વાહન ખરીદનારને અનેક લાભો આપવામાં આવશે. નવું વાહન ખરીદનારને સીધો 10થી 12 ટકાનો લાભ મળશે. રોડ ટેક્ષમાં પણ રિબેટ પ્રાઇવેટ વ્હીકલમાં 25 ટકા, જ્યારે કોમર્શિયલ વ્હીકલમાં 15 ટકા રીબેટ મળશે.
નવી સ્ક્રેપ પોલિસી અંતર્ગત 10 હજાર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ શકશે
નવી સ્ક્રેપ પોલિસી અંતર્ગત આગામી સમયમાં 10 હજાર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થઈ શકશે કારણ કે, જેટલા વાહનો સ્ક્રેપમાં જશે તેટલા વાહનો નવા ખરીદાશે. જેને કારણે પ્લાન્ટમાં નવી રોજગારી ઉત્પન્ન થશે. સરકારનું માનવું છે કે આ પોલિસી અમલી બનવાથી 35 હજાર લોકોને રોજગારી આપી શકાશે. સ્ક્રેપ યાર્ડ પણ ફેક્ટરીની નજીકમાં જ બનાવવાનું આયોજન સરકાર કરી રહી છે. જેથી રો મટીરીયલ પણ મળી રહે અને ઉત્પાદન ખર્ચ પણ બચે.
આ પણ વાંચોઃઅંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટમાં તંત્રના દરોડા
નવી સ્ક્રેપ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર
- નવા વાહન ખરીદવા અને 10 થી 12 ટકાનો થશે ફાયદો
- નવા વાહન ખરીદનારને રોડ ટેક્સમાં 25 ટકા રીબેટ
- દેશમાં હાલ 51 લાખ વાહનો 20 વર્ષ જૂના અને 34 લાખ વાહનો 15 વર્ષ જૂના છે
- 35 હજાર લોકોને રોજગારી મળશે
- નવી પોલિસી આવતા જ 10 હજાર કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આવશે