અમદાવાદઃ કોરોનાના કહેર વચ્ચે સારવાર માટે રાજકોટમાં ધમણ-1 વેન્ટિલેટર બનાવવામાં આવ્યા હતા, જે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ લાવવામાં આવ્યા હતા. ત્યારે હવે સિવિલ હોસ્પિટલના તબીબે વધુ 100 વેન્ટિલેટરની માગ કરતા ધમણ-1 વેન્ટિલેટર અસરકારક નહીં હોવાનું સાબિત થયું છે.
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલના તબીબે કોરોનાની સારવાર માટે 100 વેન્ટિલેટરની માગ કરી
કોરોનાના કહેર વચ્ચે સારવાર માટે રાજકોટમાં ધમણ-1 વેન્ટિલેટર બનાવવામાં આવ્યા હતા, જે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ લાવવામાં આવ્યા હતા. ત્યારે હવે સિવિલ હોસ્પિટલના તબીબે વધુ 100 વેન્ટિલેટરની માગ કરતા ધમણ-1 વેન્ટિલેટર અસરકારક નહીં હોવાનું સાબિત થયું છે.
સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં હાલ 75 ધમણ-1 વેન્ટિલેટર છે. આ વેન્ટિલેટર પર કોરોનાથી ગંભીર રીતે પીડાતા દર્દીઓના મોત પણ થયા છે જે તબીબોના ધ્યાને આવતા તબીબોએ 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 50 અને કિડની હોસ્પિટલમાં 50 એમ કુલ 100 હાઈ એન્ડ આઇસીયું વેન્ટિલેટરની તાત્કાલિક જરૂર હોવાથી ફાળવવા માંગણી કરી છે.
રાજકોટમાં તૈયાર કરવામાં આવેલા ધમણ-1 વેન્ટિલેટરની કિંમત 1 લાખ જેટલી છે, જ્યારે સામાન્ય વેન્ટિલેટરની કિંમત 7 લાખ થાય છે ત્યારે હવે સિવિલમાં કોરોનાથી મોતનો આંકડો 350 પહોંચતા ધમણ-1 વેન્ટિલેટરને તબીબોએ રિજેક્ટ કરીને નવા 100 વેન્ટિલેટરની માંગણી કરી છે.