અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલની શરૂઆત થઈ ત્યારથી લઈને આજદિન સુધી ડૉકટર પ્રિયંકા શાહ કોવિડ કંટ્રોલ સેન્ટરમાં CMO તરીકેની ફરજ બજાવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીના સગાને રીઅલ-ટાઈમ ઈન્ફોર્મેશન મળી રહે તે હેતુથી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે જેનું સંપૂર્ણ સંચાલન ડૉ. પ્રિયંકાબેન કરી રહ્યા છે.
ડૉકટર પ્રિયંકાએ કોરોના વોરિયર તરીકેની તેમની કામગીરીની વિગતો જણાવતા કહ્યું, " મને કોરોનાના લક્ષણો જણાઈ આવતા RT-PCR રીપોર્ટ કઢાવવાનું નક્કી કર્યું, મારો રીપોર્ટ પોઝિટીવ આવતાં 10 દિવસ હોટલ ખાતે અને બાકીના 7 દિવસ હું મારા ઘરે આઈસોલેશનમાં રહી હતી. ઘરના સભ્યોને હોસ્પિટલમાંથી નોકરી કરીને આવું છું જેથી તમારે બધાએ મારાથી દૂર રહેવું તેમ જણાવી આઈસોલેશનમાં રહી હતી.જેથી મારા પરિવારના કોઈ સભ્યને ચેપ ન લાગી જાય. "